કચ્છના વ્રવાની અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાથી બે યાત્રા નીકળીને દ્રારકા જશે
વીજલાઇન વળતર મુદ્દે હવે આગામી સમયમાં સરકારની મુસીબત વધી શકે છે. ખેતરોમાંથી પસાર થતી હાઈવોલ્ટેજ વીજલાઈનોના મુદ્દે સરકાર દ્રારા ખેડૂતોને થઈ રહેલા અન્યાય અને અપૂરતા વળતરના વિરોધમાં ગયા અઠવાડિયે ખેડૂત નેતા અને કોંગ્રેસ દ્રારા ૧૧૧૧ ટ્રેકટરની રેલી કાઢવામાં આવી હતી જે બાદ હવે આગામી ૨૬મી તારીખથી ગુજરાતમાં કિસાન અધિકાર પદયાત્રા યોજાવા જઈ રહી છે. આ યાત્રા બે અલગ–અલગ ટ, કચ્છના વ્રજવાણી અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા, હળવદ પરથી શ થશે. આ બંને યાત્રાઓ લતીપર ખાતે ભેગી થશે અને ત્યાંથી ૫૦૦ કિલોમીટરથી વધુનું અંતર પગપાળા કાપીને એકસાથે દ્રારકા પહોંચશે. આજે સોમવારે અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે કિસાન કોંગ્રેસ સંગઠને જાહેરાત કરી હતી.
પ્રથમ યાત્રા (કચ્છ ટ): આ યાત્રા ૨૬મી તારીખે વ્રજવાણીથી શ થશે. ત્યારબાદ તે ગેડી, ચલાડી, પ્રાગટપર, ચિત્રોડ, લાકડીયા અને શિકારપુર થઈને માળિયાના ખારા પાટમાં પહોંચશે. ત્યાંથી તે આમરણ થઈને લતીપર (લતીપુર) પહોંચશે. બીજી યાત્રા (સુરેન્દ્રનગર ટ): આ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાના ગામો (જેવા કે કોંડ અને સાપકડા) થી શ થશે. ત્યાંથી તે સરા વિસ્તાર થઈને વાંકાનેર તરફ પ્રયાણ કરશે અને વાંકાનેરથી ટંકારાના વિસ્તારોમાં થઈને લતીપર (લતીપુર) પહોંચશે. આ બંને યાત્રાઓ લતીપર (લતીપુર) વિસ્તારમાં ભેગી થશે અને ત્યાંથી બંને યાત્રાઓ એકસાથે દ્રારકા પહોંચશે. વ્રજવાણીથી દ્રારકા સુધીની પ્રથમ યાત્રા ૪૦૦ કિલોમીટરથી વધુ લાંબી હશે, યારે ધ્રાંગધ્રા બાજુથી નીકળતી યાત્રા લતીપુર પહોંચે ત્યાં સુધીમાં સવા સો કિલોમીટર જેટલું અંતર કાપશે. ખેડૂતો આ આખી યાત્રા પગપાળા ચાલીને પૂર્ણ કરશે અને દ્રારકાધીશને પોતાની વ્યથા જણાવશે.
આ અંગે ખેડૂત નેતા પાલ આંબલિયાએ કહ્યું કે, 'અમે કિસાન કોંગ્રેસ અને અન્ય સંગઠનો સાથે મળીને ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજલાઈનોના પ્રશ્ને સરકાર સામે સતત લડી રહ્યા છીએ. અમારી સ્પષ્ટ્ર માંગ છે કે ખેડૂતોને ૨૦૧૩ના જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના ચાર ગણું વળતર મળે અથવા પોલ દીઠ ૫૦,૦૦૦ પિયા માસિક ભાડું કે ૨ કરોડનું વન–ટાઇમ સેટલમેન્ટ આપવામાં આવે, તેમજ વીજલાઈનના તાર પડવાથી કે તણખા ઝરવાથી ખેડૂતોના જીવ અને પાક પર જે જોખમ રહેલું છે તેના રક્ષણ માટે સરકારે યોગ્ય નીતિ બનાવવી જોઈએ. અમે ખેડૂતોની વચ્ચે જઈને તેમને કાયદાકીય સમજ આપી છે, કંપનીઓના ગેરકાયદેસર કામો બધં કરાવ્યા છે અને 'ચલો ગાંધીનગર'નું એલાન પણ આપ્યું, છતાં આ સરકાર અમારી વાત જરાય સાંભળતી નથી. તેથી, આ સરકારને સદ્દબુદ્ધિ મળે તે માટે હવે અમે આગામી ૨૬ તારીખે વ્રજવાણીથી ધજા લઈને ભગવાન દ્રારકાધીશના શરણે જવાના છીએ અને એક ખેડૂત તરીકે ત્યાં જઈને અમારી ફરિયાદ કરીશું