કાલાવડ એપીએમસી દ્વારા પ્રિયીયમ ન ભરાતા તાલુકાના ખેડુતો વિમા કવચના લાભથી વંચિત

  • June 29, 2021 10:37 AM 

ડાયરેકટર જે.ટી.પટેલ દ્વારા ચેરમેનને પાઠવ્યો પત્ર: યાર્ડ દ્વારા ખેડુતોને અન્‌યાય કરાતા રોષ

કાલાવડ એપીએમસી દ્વારા તાલુકાના ખેડુતોને આકસ્મીક મૃત્યુ પ્રિયીયમ ન ભરાતા તાલુકાના ખેડુતો વિમા કવચના લાભથી વંચિત રહેતા આ અંગે કાલાવડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડાયરેકટર સમિતિના ચેરમેનને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

ડાયરેકટર જસમતભાઇ ઠાકરશીભાઇ તાળાએ ચેરમેનને આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, એપીએમસી દ્વારા તાલુકાના ખેડુતોને આકસ્મીક મૃત્યુ સામે વિમા પ્રિમીયમ ભરેલ નથી, ગુજરાતમાં આવેલ સહકારી એપીએમસી પોત પોતાના વિસ્તારમાં ખેડુતોને આવા પ્રિયીયમ પાંચ લાખ દરેક આકસ્મીક મૃત્યુ ઉપર ભરવામાં આવે છે અને આવા મૃત્યુ સમયે ખેડુતોના વારસદારોને એપીએમસી તરફથી આવા લાભ મળે છે, કાલાવડ એપીએમસી દ્વારા આ લાખ ખેડુતોને અત્યાર સુધી મળતો જ નથી, પરંતુ આ વખતે જ આ લાભથી ખેડુતોને વંચિત રાખવામાં આવેલ છે.

કાલાવડમાં યાર્ડમાં તાલુકાભરમાંથી ખેત ઉત્પન્નની જણસી મોટા જથ્થામાં વેંચવા આવે છે અને તેમાંથી યાર્ડને મોટી રકમ શેષ પે ખેડુતો આપે છે, આ ઉપરાંત નવું યાર્ડ બન્યું તેમાં અસંખ્ય દુકાનો મોટી કિંમતથી વેપારીઓને વેંચવામાં આવેલ છે, જમીનની રકમ યાર્ડને હાલ ચુકવવી પડેલ નથી અને નવા બાંધકામમાં દુકાનો ઉંચી કિંમતે વેંચાણ થતાં નફો થયેલ છે, આ ઉપરાંત કાલાવડ યાર્ડ પાસે અગાઉના વર્ષોની શેષની આવક કરોડો પિયાની ડીપોઝીટ સ્વપે પડેલ હતી અને હાલ યાર્ડમાં કાયમી કર્મચારીઓની સંખ્યા નહીવત છે અને જે કર્મચારીઓને હંગામી રાખવામાં ઓલ હતાં તેને પણ છુટા કરી દીધેલ છે, તેથી યાર્ડને કર્મચારીના પગારનો ખર્ચ પણ ખુબ ઓછો છે, તો શા માટે આવા સઘ્ધર ગણાતા યાર્ડ દ્વારા ખેડુતોને અન્યાય કરવામાં આવે છે ? તાકીદે વિમા કવચનો લાભ મળે તે માટે યોગ્‌ય કરવા ખેતી વાડી ઉત્પન્ન બજાર સમિતિના ડાયરેકટર જે.ટી.પટેલ દ્વારા માંગ કરાઇ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS