ટુકડાના ખેડુતે પ્રાકૃતિક ખેતી કરી મેળવી બમણી આવક

  • November 27, 2024 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર જીલ્લાના ટુકડા ગામના ખેડુતે પ્રાકૃતિક ખેતી કરીને બમણી આવક મેળવી છે.
રાજયપાલ  આચાર્ય દેવવ્રતના પ્રયાસોનાં કારણે પ્રાકૃતિક કૃષિના અભિયાનમાં રાજ્યમાં ૯.૭૫ લાખ લોકો જોડાયા છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયના ખેડુતો પ્રાકૃતિક કૃષિની દિશામાં વળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે પોરબંદર જિલ્લાના ગોસા ટુકડા ગામના વતની ભીમાભાઇ ઓડેદરાએ સુભાષ પાલેકરની શિબિરમાંથી પ્રેરણા લઈને પ્રાકૃતિક ખેતી થકી સારી આવક મેળવી કરી રહ્યાં છે.પોરબંદર જિલ્લાના ગોસા ટુકડા ગામના વતની ભીમાભાઇ ઓડેદરાએ સુભાષ પાલેકરની શિબિરમાંથી પ્રેરણા લઈને પ્રાકૃતિક ખેતીની શ‚આત કરી હતી.અત્યારે તેઓ ૧૦ વીઘા જમીનમાં બાગાયત પાકો અને બાજરી, કઠોળ સહિતનું ઉત્પાદન કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે.
ભીમાભાઇ ઓડેદરાએ જણાવ્યું હતુ કે, અમદાવાદ ખાતે સુભાષ પાલેકરની શિબિરમાંથી પ્રાકૃતિક ખેતી કરવા માટેની પ્રેરણા મેળવીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત વર્ષ ૨૦૨૨ થી બાગાયતીમાં કેળા પાકમાં બીજામૃત, જીવામૃત, વાપ્સા સહિતના આયામો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવાની શ‚આત કરી હતી.પ્રાકૃતિક ખેતી પદ્ધતિના વિવિધ આયામોના ઉપયોગ કરવાથી કેળા પાકમાં ગુણવાતાયુક્ત ઉત્પાદન મેળવી રહ્યા છીએ. અને તેમણે વધુમાં કહ્યું કે, કોઈપણ રસાયણનો ઉપયોગ કર્યા વિના લોકોને રસાયણમુક્ત ઉત્પાદન પુરુ પાડવાની નેમ સાથે પ્રાકૃતિક ખેતીની શ‚આત કરી હતી અને આજે કોઈપણ ખર્ચ કર્યા વિના સીધી કમાણી  પ્રાકૃતિક ખેતી દ્વારા મળી રહી છે.
ઘણા વર્ષોથી બાજરાનું ઉત્પાદન કરું છું.પણ પ્રાકૃતિક ખેતીની મિશ્ર પાક પદ્ધતિ અપનાવીને બાજરા સાથે મગનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેનાથી બાજરા અને મગને ખુટતાં પોષક તત્વો એકબીજામાંથી મળી રહે છે. સાથે અન્ય ખર્ચ પણ આવતો નથી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મેળવી શકાય છે. તેમજ પ્રાકૃતિક રીતે કરેલા ઉત્પાદનોનાં વેચાણનું બજારમાં જવું પડતું નથી અને અગાઉથી બુકિંગ થઈ જાય છે અને બજાર કરતા વધુ ભાવો મળી રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application