દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં બાગાયત વિભાગની વિવિધ યોજનાનો લાભ લેવા ખેડૂતો જોગ યાદી

  • April 07, 2021 07:38 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના બાગાયત ખેતી કરતા તમામ ખેડુતો કે જેઓ બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા માગતા હોય, તેઓ માટે તા. 4 એપ્રિલથી તા.15 મે સુધી આઇ.ખેડુત પોર્ટલમા ઓનલાઇન અરજીઓ સ્‍વિકારવાનું ચાલુ હોય, પ્‍લાસ્‍ટીક આવરણ (મલ્‍ચીંગ), કાચા-અર્ધ પાકા-મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, હાઇબ્રિડ બિયારણ, દેવીપૂજક ખેડુતોને તરબુચ, ટેટી અને શાકભાજીના બીયારણ સહાય, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, ફળપાક પ્‍લાન્‍ટીંગ મટીરીયલમાં સહાય, પપૈયા, કેળ(ટીસ્‍યુ) ધનિષ્‍ઠ ખેતીથી વાવેલ ફળપાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, ટીસ્‍યુ કલ્‍ચર ખારેકની ખેતીમાં સહાય, છુટાફુલો, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, બાગાયતી પાકોમાં વોટર સોલ્‍યુબલ ખાતરમાં સહાય, બાગાયતી પાકના પ્રોસેસીંગના નવા યુનિટ માટે સહાય, બાગાયત પેદાશની પોસ્‍ટહાર્વેસ્‍ટ મેનેજમેન્‍ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્‍સમાં સહાય, ટ્રેકટર (20 PTO HP સુધી) ટ્રેકટર માઉન્‍ટેડ) ઓપરેટેડ સ્‍પ્રેયર( 35 BHP થી વધુ) ઇલેકટ્રોસ્‍ટેટીક સ્‍પ્રેયર, ટ્રેકટર માઉન્‍ટેડ/ઓપરેટે ડસ્‍પ્રેયર( 20 BHP થી ઓછા) પાવરટીલર(8 BHPથી વધુ) સ્‍વયં સંચાલિત બાગાયત મશીનરી, ઔષધિય કે સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, ટુલ્‍સ ઇક્વિપમેન્‍ટ શોર્ટીંગ ગ્રેડિંગના સાધનો (તાલપત્રી, પ્‍લાસ્‍ટિક કેરેટ, વજનકાટા) પાવર નેપસેક સ્‍પ્રેયર(12-16 લિટર ક્ષમતા) વિગેરેમાં સરકાર તરફથી મળતી આર્થિક સહાય લેવા માગતા તમામ ખેડુતોએ આઇ.ખેડુત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરી અરજીની પ્રિન્‍ટ આઉટની નકલ સાથે 7-12 અને 8-અના દાખલાઓ, જાતી અંગેનો દાખલો આધારકાર્ડ તેમજ બેન્‍ક બચત ખાતાની નકલ વીગેરે ખંભાળિયામાં લાલપુર રોડ ઉપર આવેલા જિલ્લા સેવા સદનમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, બીજો માળ, રૂમ નં. એ/2/18 ( ફોન નં. 02833-235995)ના સરનામે તાત્‍કાલીક પહોંચાડવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)