સરકાર સાથે ચાર વાટાઘાટો અનિર્ણાયક રીતે સમા થયા બાદ આજે પંજાબ અને હરિયાણાના ખેડૂતો ફરી દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. તો બીજી તરફ નોઈડા ઓથોરિટીના મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને કિસાન યુનાઈટેડ ફ્રન્ટની બેઠક પણ નિષ્ફળ ગઈ છે. હવે ખેડૂતો નોઈડાથી ૨૩ ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. નોઈડાના મોટાભાગના ખેડૂત સંગઠનો આ અંગે એક મચં પર આવી ગયા છે. કિસાન યુનાઈટેડ ફ્રન્ટના બેનર હેઠળ આ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તો પંજાબ અને હરિયાણાના ૧૪ હજાર ખેડૂતો આજે તેમના ૧૨૦૦ ટ્રેકટર સાથે ફરી આગળ વધવાનો પ્રયાસ કરશે. આજે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનવાના એંધાણ જે અનુસંધાને શમ્ભુ બોર્ડર પર પોલીસ દ્રારા સાતથી આઠ બુલેટપ્રુફ મશીનો તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત ખેડૂતોની જાહેરાત અને તૈયારીના પગલે પોલીસે પણ બંદોબસ્ત વધુ કડક બનાવી બેરિકેડની સંખ્યા વધારી દીધી છે.
કેન્દ્ર સરકાર સાથે સમજૂતી ન થયા બાદ શંભુ બોર્ડર પર ઉભેલા ખેડૂતો આજે સવારે દિલ્હી તરફ કૂચ કરવા મક્કમ છે. આ માટે ખેડૂતોએ જોખમી પ્લાન તૈયાર કર્યેા છે. ખેડૂતોએ બે સ્તરે તૈયારીઓ કરી છે, યોજના એ અને બી ે આગળ વધવાની તૈયારીઓ છે. તો પોલીસ અને અર્ધલશ્કરી દળોએ હરિયાણાથી દિલ્હી સરહદ સુધી ખેડૂતોની કૂચ માટે નક્કર તૈયારીઓ કરી છે. તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે.
પંજાબના ખેડૂતોએ દિલ્હી સુધી કૂચ કરવાની સંપૂર્ણ યોજના તૈયાર કરી લીધી છે. ખેડૂતોએ નક્કી કયુ છે કે તેઓ કોઈપણ સંજોગોમાં શંભુ સરહદ પાર કરશે. ખેડૂતો દ્રારા બનાવેલ પ્લાન એ અંતર્ગત જેસીબી અને પોકલેન મશીનનો ઉપયોગ બેરિકેડસને દૂર કરવા માટે કરવામાં આવશે. જેસીબી અને પોકલેનથી ખેડૂતો તેમના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરીને આગળ વધશે.
જો આ પ્રયાસ નિષ્ફળ જશે તો ખેડૂતો પ્લાન બીમાં જશે અને માટીની કોથળીઓમાંથી કામચલાઉ પુલ બનાવશે. આ માટે રેતી અને માટી ભરીને ૨૦ હજાર બોરીઓ તૈયાર કરવામાં આવી છે. મોડી રાત્રે જ તેમને ટ્રેકટરની મદદથી બોર્ડર પર જમા કરાવવામાં આવ્યા છે. સવારે ૧૧ વાગ્યાથી ખેડૂતો સરહદ પાર કરવાનો પ્રયાસ શ કરશે. આ માટે બેરીકેડીંગના સહારે બોરીઓ મૂકીને પુલ બનાવવામાં આવશે. ખેડૂતોએ એવી વ્યવસ્થા કરી છે કે પ્લાન એ નિષ્ફળ જાય પછી પ્લાન બી સાત મિનિટમાં પૂર્ણ થશે.
દિલ્હીના સરહદી વિસ્તારોના લોકો ભયભીત
ખેડૂતો કોઈપણ ભોગે સરહદ પાર કરવા તૈયાર છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મંગળવારે સાંજથી જ ખેડૂતોએ સરહદ પર સ્વચ્છતા અભિયાન શ કરી દીધું છે. ખેડૂતોનો દાવો છે કે તેઓ આવતીકાલે દિલ્હી કૂચ કરશે. આવી સ્થિતિમાં અહીં ગંદકી હોય તો લોકો કહેશે કે ખેડૂતો અહીં બેઠા હતા અને ગંદકી પાછળ છોડી ગયા હતા. ખેડૂતોની આ જાહેરાત બાદ દિલ્હીના લોકોમાં ડર વધી ગયો છે, તેઓને ચિંતા છે કે જો ગત વખતની જેમ ખેડૂતો સરહદ પર અડીંગો જમાવશે તો દિલ્હીના લોકોની મુશ્કેલી વધી જશે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
હરિયાણા ડીજીપીએ પંજાબ ડીજીપીને પત્ર લખ્યો
હરિયાણા ડીજીપીએ પંજાબના ડીજીપીને શંભુ બોર્ડર અને ખનૌરી બોર્ડર પર ખેડૂતો દ્રારા લાવવામાં આવેલા જેસીબી અને પોકલેન મશીનો અંગે પત્ર લખ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે આ મશીનોના ઉપયોગથી સરહદ પર કાયદો અને વ્યવસ્થા બગડી શકે છે. આ ઉપરાંત ફરજ પરના પોલીસકર્મીઓનો જીવ પણ જોખમમાં આવી શકે છે. ડીજીપીએ પંજાબ પોલીસને પત્ર લખીને મીડિયાકર્મીઓના વાહનોને ૧ કિલોમીટરના અંતરે રોકવા માટે કહ્યું છે. હરિયાણાના સાત જિલ્લા અંબાલા, કુક્ષેત્ર, કૈથલ, જીંદ, ફતેહાબાદ, હિસાર, સિરસા અને ડબવાલીમાં ૨૧મીએ મધ્યરાત્રિ ૧૨ સુધી ઈન્ટરનેટ સેવાઓ બધં રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'તમે સૂટ કેમ નથી પહેરતા?' પત્રકારે ઝેલેન્સકીને કપડાં અંગે સવાલ કરતા મળ્યો આ જવાબ
March 01, 2025 04:35 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું
March 01, 2025 04:30 PMદ્વારકા ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઇ
March 01, 2025 04:25 PMવડાપ્રધાનના સ્વાગત માટે રિલાયન્સની અંદર જબરદસ્ત તૈયારી
March 01, 2025 04:04 PMકેન્દ્રિય બજેટ વિકસિત ભારતના વિઝન સમાન: ડો.માંડવિયા
March 01, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech