BREAKING NEWS

ઢાંકમાં ડીઝલ અછતના કારણે ખેડૂતોની હાલત દયનીય: વાવણી સમયે જ મુસીબત

  • May 25, 2026 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉપલેટા તાલુકાના ઢાંક પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ડિઝલની તંગીના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિએ સામાન્ય જનજીવન અને ખેતીકામને ભારે મુશ્કેલીમાં મુકી દીધું છે. અત્યારે વાવણી સમયે જ ડીઝલની અછતના લીધે વાહનોની લાંબી લાઈનો લાગી છેે. પેટ્રોલ પપં ઉપર સવારથી ખેડૂતો બેરલ લઈને કલાકો ઉભા રહે છે. મોટી સંખ્યામાં ડીઝલ મેળવવા આવતા ખેડૂતો માટે વ્યવસ્થાના ભાગરૂપે પોલીસને પણ બોલાવવામાં આવી છે.ખેતી ઉપરાંત માલસામાનની હેરફેર કરતા નાના મોટા વાહનો માટે મુશ્કેલી થાય છે તેમ છતાં દરેક પેટ્રોલ પપં પર સંચાલક દ્રારા માત્ર ૨૦ લીટર ડીઝલ અપાઈ રહ્યું છે. જે પણ મહામુસીબતે કલાકોની લાંબી લાઈનમાં ઉભા રહીને મળે છે. વહેલી તકે ખેડૂતોને પડતી મુશ્કેલીના કારણે ડીઝલ મેળવવા રાત–દિવસ ઉજાગરા તેમજ અન્ય પેટ્રોલ પપં ઉપર દોડાદોડી કરતા નજરે પડે છે. ડીઝલની તંગીથી અનેક સમસ્યા સર્જાઈ છે. વહેલી તકે ઉકેલ લાવવા ખેડૂતોની માંગણી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application