ખેતરમાં પાકને નુકસાન કરતી જીવાતની ઓળખ અને નિયંત્રણ માટે ખેડુતો મોબાઈલ એપ્લીકેશનથી મેળવી શકશે માહિતી

  • September 21, 2024 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ખેતરમાં પાકને નુકસાન કરતી જીવાતની ઓળખ અને  નિયંત્રણ માટે ખેડુતો મોબાઈલ એપ્લીકેશનથી માહિતી મેળવી શકશે તેમ ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લામાં મોટાભાગના ખેડુતો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા હોય છે. તેઓએ પ્લે સ્ટોરમાં જઇ એન.પી.એસ.એસ.લખી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. અથવા તો ગુગલમાં જઇ લીંકથી પણ આ એપ્લિકેશનન ડાઉનલોડ કરી શકાય છે.આ એપ્લિક્શન ડાઉનલોડ કર્યા બાદ તેનો ઉપયોગ  કરવા માટે મોબાઇલ લોકેશન ચાલુ કરવું, ત્યારપછી કોઇ નુકશાન કરતી જીવાત ખેતરમાં હોય કે જેને વ્યવસ્થિત ઓળખવામાં પડતી મુશ્કેલીની સચોટ માહિતી મેળવવા માટે તેનો ફોટો પાડી આ ફોટાને અપલોડ કરી એ.આઈ. ટેકનોલોજીની મદદથી જીવાતની ઓળખ કરી શકાય છે.ઉપરાંત, આ જીવાત કઇ રીતે છોડને નુકશાન કરે છે.તેમજ તેના નુકશાનમાંથી બચવા નિયંત્રણના પગલા લેવા અંગેની વિસ્તૃત માહિતી મેળવવા જણાવવામાં આવ્યું છે.આ જ પ્રમાણે ખેતરમાં ઉભા પાકમાં દેખાતા રોગ અંગે પણ વિગતવાર માહિતી મેળવી શકાય છે.આ એપ અંગ્રેજી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ હોવાનું જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News