Farmers Protest: થોડા સમયમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે થશે વાતચીત, ચંદીગઢમાં યોજાશે બેઠક

  • February 15, 2024 06:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એમએસપી પર કાયદો બનાવવા સહિતની વિવિધ માંગણીઓ સાથે દિલ્હી સુધી કૂચ કરનારા ખેડૂતોએ હરિયાણા સરહદને અડીને પંજાબની શંભુ બોર્ડર પર મોરચો માંડ્યો છે. ખેડૂત નેતાઓએ બુધવારે કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર સાથે વાતચીત નહીં થાય ત્યાં સુધી તેઓ આગળ વધશે નહીં. આજે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત થશે.


ખેડૂતો અને સરકાર વચ્ચેની બેઠકનો ત્રીજો રાઉન્ડ સાંજે શરૂ થશે જેમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડા અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય હાજરી આપશે જ્યારે ખેડૂતો વતી જગજીત સિંહ દલ્લેવાલ, સર્વનસિંહ પંઢેર, રમણદીપ માન વગેરે ખેડૂત આગેવાનો ભાગ લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application