અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની બોર્ડર વિસ્તારમાં ખેડૂત પર સિંહણે હુમલો કરી પકડી દૂર સુધી ઢસડી માથે બેસી ગઈ હતી. સિંહણ આક્રમક હોવાથી મૃતદેહ છોડવા તૈયાર નહોતી. વન વિભાગે જેસીબી અને ટ્રેકર જેવા મોટા વાહનોની મદદથી ખેડૂતનો મૃતદેહ છોડાવ્યો હતો. મોડીરાતે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી માનવભક્ષી સિંહણને પાંજરે પૂરી દીધી હતી. આથી આસપાસના ગામડાના લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.
સિંહણ મૃતદેહ ઉપર બેસી શિકાર કરી રહી હતી
પ્રાપ્ત વિગત મુજબ, મોડીરાતે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા નજીક આવેલ કાકડી મોલી ગામ અને ટીંબી વિસ્તારની સીમ વિસ્તારમાં ખેડૂત મંગાભાઈ બોઘાભાઈ બારૈયા નામના ખેડૂત ઉપર વાડી વિસ્તારમાં સિંહણ આવી હુમલો કર્યો હતો અને દૂર સુધી આ ખેડૂતને ઢસડી શિકાર કર્યો હતો. સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા જાફરાબાદ વનવિભાગ, જસાધાર વનવિભાગ અને આસપાસના રેન્જ વિસ્તારનો વન વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચતા સિંહણ મૃતદેહ ઉપર બેસી શિકાર કરી રહી હતી.
સિંહણનું લોકેશન મેળવી મેગા ઓપરેશન હાથ ધર્યું
આ વચ્ચે વન વિભાગે મૃતદેહ છોડાવવા પ્રયાસ કર્યા હતા. પરંતુ સિંહણ આક્રમક સ્વરૂપમાં હોવાથી વન વિભાગ દ્વારા જેસીબીની મદદ લઈ મૃતદેહ છોડાવ્યો હતો. વન વિભાગ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવી ઉના હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા બાદ ઘટનાસ્થળ શેત્રુંજી ડિવિઝન ડીસીએફ જયન પટેલ, એસીએફ વિરલ સિંહ ચાવડા સહિત વન વિભાગનો અલગ અલગ રેન્જ અધિકારીનો મોટો કાફલો સીમ વિસ્તારમાં પહોંચ્યા બાદ સિંહણનું લોકેશન મેળવી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
વન વિભાગને સિંહણને પાંજરે પૂરવામાં સફળતા મળી
આ ઓપરેશનમાં સિંહણને ઇન્જેક્શન મારી બેભાન કરી સિંહણને દબોચી લઈ અને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સિંહણ દ્વારા ખેડૂત ઉપર હુમલો કર્યા બાદ સિંહણે તેમનો શિકાર હોય તેનો માલિક વનરાજા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વન વિભાગ દ્વારા ગણતરીની કલાકોમાં સિંહણને ઝડપી પાડી ઓપરેશન પાર પાડયું હતું. સ્થાનિક લોકોએ અંધારામાં રાત્રિના સમયે એકલા વ્યક્તિએ અવર જવર ન કરવા પણ અપીલ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech