એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મ રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી. મળશે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે.
ઘરે બેઠા કરાવો નોંધણી
જે અંતર્ગત બોટાદ જિલ્લામાં બાકી રહેતા તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વીસીઈ) તથા કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)નો સંપર્ક કરી ખેડૂત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અથવા ઓનલાઈન સેલ્ફ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ખેડૂત મિત્રો ‘Farmer Registry Gujarat' મોબાઈલ એપ્લિકેશન https://play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry મારફત ઘરે બેઠા જાતે પણ નોંધણી કરી શકો છો.
આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા મફત છે
ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને ડિજિટલ પ્લેટફોર્મ મારફત તમામ વિવિધ યોજનાકીય લાભો અને ધિરાણ સંબંધી લાભ અને માર્કેટ સંબંધિત જાણકારી સરળ બનશે. ખેડૂતોએ રજિસ્ટ્રેશન માટે પોતાનું આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક હોય તે મોબાઈલ નંબર, ૮-અ નકલ, ૭-૧૨ નકલની વિગત સાથે ગ્રામ પંચાયત કે ઇ-ગ્રામ સેન્ટર કે કોમન સર્વિસ સેન્ટર ખાતે હાજર રહી કરાવવું. આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા મફત છે.
તલાટી કમ મંત્રીનો પણ સંપર્ક કરી શકાશે
રજિસ્ટ્રેશન માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર (વિ.સી.ઇ.) કે તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવો. સિટી વિસ્તાર માટે સિટી તલાટીનો સંપર્ક કરીને ડેટા એન્ટ્રી ઓપરેટર મારફત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આથી, બોટાદ જિલ્લાના પી.એમ. કિસાન યોજના અંતર્ગત લાભ મેળવતા ખેડૂતમિત્રો તથા અન્ય તમામ ખેડૂતોની એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફરજિયાતપણે નોંધણી થાય તે માટે બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application6G પેટન્ટ ફાઇલ કરનારા ટોચના 6 દેશમાં ભારત સામેલ
May 15, 2025 10:31 AMબંધારણ રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણયનો અધિકાર આપે તો સુપ્રીમ કેવી રીતે દખલ કરી શકે ? મુર્મુ
May 15, 2025 10:30 AM225 મદરેસા, 30 મસ્જિદો, 25 દરગાહ અને 6 ઇદગાહ પર યોગી સરકારની કાર્યવાહી
May 15, 2025 10:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech