અલ્લૂ અર્જુનની અપકમિંગ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’નું ટ્રેલર રિલીઝ થતાં જ વાયરલ થઈ ગયું છે. લોકોને પાર્ટ 2નું ટ્રેલર ખૂબ પસંદ આવી રહ્યું છે. સુપરસ્ટાર અલ્લૂ અર્જુન પોતાના અંદાજમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં ઘણા ધમાકેદાર ડાયલોગ જોવા મળે છે. જેની એક ઝલક ટ્રેલરમાં પણ મળી રહી છે.
અલ્લૂ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં ફિલ્મને લઈને દર્શકોમાં એક અલગ જ રોમાંચ જોવા મળી રહ્યો છે. જેને જોઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ ધારણા કરતાં વધુ હિટ સાબિત થશે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ફિલ્મની પૂરી ટીમ બિહારના પટનાના ગાંધી મેદાનમાં જોવા મળી હતી. ભારતીય ફેન્સ ફિલ્મી ઇતિહાસમાં સૌથી મોટા ટ્રેલર લોન્ચ ઈવેન્ટ કહી રહ્યા છે. પહેલી વાર એવું થવા જઈ રહ્યું છે કે ‘પુષ્પા 2’ જેવી મોટા બજેટની ફિલ્મના નિર્માતાઓને ટ્રેલર લોન્ચ માટે બિહારને પસંદ કરવું પડ્યું છે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ સામાન્ય રીતે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને બેંગ્લોરમાં થતા હોય છે. પરંતુ આ વખતે મેકર્સે પટનાને પહેલી પસંદગી આપી છે.
ફિલ્મ ‘પુષ્પા 2’ 22 ડિસેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થશે. ટ્રેલર 2 મિનિટ 48 સેકન્ડનું છે. ફિલ્મમાં ઘણા દમદાર ડાયલોગ છે, જે નેટિઝન્સને રોમાંચિત કરી રહ્યા છે. ‘પુષ્પા 2’નું ટ્રેલર હાથીની ગર્જના સાથે શરૂ થાય છે. પછી મંત્રીની ખુરશી પર બેઠેલો વ્યક્તિ ફોન પર કોઈને પૂછે છે કે કોણ છે એ વ્યક્તિ, જેણે ન તો પૈસાની ચિંતા કરી અને ન તો તેને પાવરનો ડર લાગ્યો, જરૂર તેને ઉંડો ઘા લાગ્યો હશે. ટ્રેલરમાં આગળ પુષ્પા મારધાડ કરતો જોવા મળે છે. પછી અવાજ આવે છે કે ‘પુષ્પા, ઢાઈ અક્ષર… નામ છોટા હૈ પર સાઉન્ડ બહુત બડા’.
2021માં ‘પુષ્પા’ ફિલ્મને જોરદાર સફળતા મળ્યા બાદ અલ્લૂ અર્જુન ગ્લોબલ સ્ટાર બની ગયો હતો. આ પહેલી વાર બન્યું હતું કે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહાર તેને આટલી મોટી લોકપ્રિયતા મળી હોય. તેમને ફિલ્મમાં જોરદાર એક્ટિંગ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. અલ્લૂ અર્જુન અને રશ્મિકા મંદાનાના હજારો ફેન્સ ફિલ્મ ‘પુષ્પા 2’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં બિહારના પટનામાં આવેલ ગાંધી મેદાનમાં આવી પહોંચ્યા હતા. લોકોમાં ઉત્સાહ અને લોકોની ભીડ જોઈને પટના પ્રશાસને ઈવેન્ટ પહેલા સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ફિલ્મના ટ્રેલરની સાંજે છ વાગ્યે રિલીઝ કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech