ફેમસ કોરિયોગ્રાફર જાની માસ્ટર પર 21 વર્ષની મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ પોલિસે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
મશહુર કોરિયોગ્રાફર જાની માસ્ટર મોટી મુસબીતમાં મુકાયા છે. 21 વર્ષની મહિલાએ તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ પોલીસે તેના વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મીડિયા રીપોર્ટ મુજબ પોલિસનું કહેવું છે કે, 21 વર્ષની મહિલાએ કોરિયોગ્રાફર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મહિલા પણ કોરિયોગ્રાફર છે.
કહેવામાં આવી રહ્યું છે કે, હૈદરાબાદના રાયદુર્ગમ પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી મહિલાએ દાવો કર્યો છે કે,કેટલાક મહિનાથી તે કોરિયોગ્રાફર જાની માસ્ટર જેનું આખું નામ શેખ જાની બાશા છે. મહિલાનો આરોપ છે કે, તે આઉટડોર શૂટિંગ દરમિયાન કોરિયોગ્રાફરે તેનું યૌન શોષણ કર્યું છે. તેના આરોપના આધાર પર પોલિસે ફરિયાદ નોંધી છે.
અનેક વખત યૌન શોષણના આરોપ લાગ્યા છે
મીડિયા અહેવાલો અનુસાર, રાયદુરગામ પોલીસે કોરિયોગ્રાફર જાની માસ્ટર વિરુદ્ધ શૂન્ય FIR નોંધી છે. તેમજ આ કેસની તપાસ નરસીંગી પોલીસને સોંપવામાં આવી છે.મહિલાનું કહેવું છે કે, જાની માસ્ટરે આઉટડોર શૂટિંગ સમયે ચેન્નાઈ,મુંબઈ અને હૈદરાબાદ સહિત અનેક શહેરોમાં તેનું યૌન શોષણ કર્યું છે. મહિલાનો દાવો છે કે, તેના નરસિંગી સ્થિત ઘરે આવી તેનું અનેક વખત યૌન શોષણ કર્યું છે.
વિવાદોમાં રહી ચૂક્યો છે કોરિયોગ્રાફર
કોરિયોગ્રાફર જાની માસ્ટર વિરુદ્ધ પહેલા અનેક વખત ફરિયાદ નોંધાય ચૂકી છે. મીડિયા રિપોર્ટ મુજબ જૂન મહિનામાં ડાન્સર સતીશ તરફથી રાયદુર્ગમ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
જાની માસ્ટર ટોલીવુડનો પોપ્યુલર કોરિયોગ્રાફર છે. ટોલીવુડ સિવાય તેમણે બોલિવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન , સાંઈ પલ્લવીનું સુપરહિટ ગીત રાઉડી બેબી સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા જૂન મહિનામાં પણ કોરિયોગ્રાફર પર અનેક આરોપ લાગી ચૂક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ આવતા અઠવાડિયે રશિયા અને યુક્રેન યુદ્ધનો અંત લાવી શકે
February 24, 2025 11:11 AMસૌથી મોટી ક્રિપ્ટો ચોરી, બાયબિટમાંથી હેકર્સે ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ચોરી લીધા
February 24, 2025 11:10 AMચીનની 'બેટવુમન'એ શોધ્યો બેટ કોરોના વાયરસ
February 24, 2025 11:07 AMશિવ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી
February 24, 2025 11:05 AMગુજરાતમાં ખોરાક પાછળ ખર્ચ થાય છે 45 ટકા જેટલી આવક
February 24, 2025 11:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech