ભાણવડ તાલુકામાં જમીનની લાલચે કૌટુંબિક શખ્સ દ્વારા પરિવારજનો ઉપર હુમલો: મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ

  • June 07, 2021 10:57 AM 

     ભાણવડ તાલુકાના ભરતપુર ગામની સીમમાં રહેતા નગાભાઈ કરણાભાઈ માડમ નામના 25 વર્ષના આહીર યુવાન દ્વારા રાણ ગામના રહીશ કરણા અલાભાઈ માડમ તથા અન્ય બે શખ્સો સામે પોતાને તથા સાહેદ જયેશભાઈ તથા તેમના માતા વાલીબેનને બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા તથા પથ્થર વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

    આરોપી કરણાભાઈ તથા ફરિયાદી નગાભાઈ અને સાહેદોના સંયુક્ત નામની ખેતીની જમીન તેને જોઈતી હોય, આ બાબતનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

    ઉપરોક્ત બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 324, 323, 337, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS