ફેમ ઈન્ડિયા એશિયા પોસ્ટે જાહેર કર્યા દેશના ટોપ 50 MLA : 2 ગુજરાતીને સ્થાન

  • August 13, 2020 09:18 PM 1677 views

ફેમ ઈન્ડિયા એશિયા પોસ્ટ દ્વારા ભારતભરના MLA વિશે સર્વે કરીને 50 બેસ્ટ MLAની પસંદગી કરીને તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં છે. આ માટે આખા દેશમાંથી MLA પસંદની કામગીરી, તેનું વર્તન વગેરેનું મુલ્યાંકન કરીને 50 MLAની યાદી તૈયાર કરવામાં આવી છે. આ 50 MLAમાં ગુજરતના સુરત વિધાનસભાના હર્ષ સંઘવી અને અમરાઈવાડી વિધાનસભાના જગદીશ પટેલ એમ 2 MLAને સ્થાન મળ્યું છે.

 

દેશના ટોપ 50 MLA માં હર્ષ સંઘવીને ઉર્જાવાન નેતા અને જગદીશ પટેલને કર્મનિષ્ઠ નેતા તરીકે પસંદગી પામ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશની 31 વિધાનસભામાં 4123 MLA સીટ ઉપલબ્ધ હોય છે. હાલમાં દેશની વિધાનસભા ભંગ છે અને વિવિધ કારણોથી 165 MLAની સીટ ખાલી પડેલ છે. જ્યારે હાલમાં 3958 MLAનો સર્વે કરવામાં આવ્યો હતો તેમાંથી 50 મુખ્ય MLAને જુદી જુદી કેટેગરી હેઠળ પંસદ કરવામાં આવ્યાં છે.

 

આ સર્વે ત્રણ મુખ્ય વાત પર આધારીત હતો. સ્ટેક હોલ્ડ, ઓનલાઈન અને ડેટા એનાલિસીસનો સમાવેશ થાય છે. સૌથી પહેલા 1500 MLAની પસંદગી કરવામાં હતી. ત્યારબાદ MLAના કાર્યોના લેખાજોખા, તેના દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવો, ચર્ચામાં લીધેલ ભાગ, લોકપ્રિયતા  અને સોશિયલ મીડિયા પરની એક્ટિવિટી વગેરે જેવી બાબતોને ધ્યાનમાં રાખીને દેશના ટોપ 50 MLAની પસંદગી કરવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application