અમરેલીમાંથી નકલી પોલીસ હેડ કોન્સ્ટેબલને અસલી પોલીસનો ભેટો

  • November 20, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં નકલીના ખેલ બધં થવાનું નામ જ નથી લેતા, નકલી કચેરી, નકલી અધિકારી, નકલી જજનો સિલસિલો યથાવત છે ત્યારે અમરેલીમાંથી નકલી પોલીસ હેડ કોન્સ્ટેબલને અસલી પોલીસનો ભેટો થઇ જતા નકલી પોલીસને પરસેવો છૂટી ગયો હતો. પોલીસના યુનિફોર્મમાં આટાફેરા કરતા શખ્સને એલસીબીએ ઝડપી પાડી કાર્યવાહી કરી છે.
અમરેલી એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, બસ સ્ટેન્ડ પાસે પોલીસના યુનિફોર્મમાં શખ્સ શંકાસ્પદ રીતે આટાફેરા કરી રહયો છે.
મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમ બસ સ્ટેન્ડ પાસેના પેટ્રોલ પપં પાસે પહોંચતા શખ્સ પોલીસના યુનિફોર્મમાં ઉભો હતો તેની પાસે પહોંચી નામ પૂછતાં પોતાનું નામ ઉમેશ રાહત્પલભાઈ વસાવા (ઉ.વ.૩૧–રહે–મૂળ ચિત્તપુર,જી.તાપી, હાલ રહે વ્યારા)નો હોવાનું જણાવ્યું હતું. શખ્સને
કયાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવો છો પૂછતાં ગલ્લા તલ્લાં કરવા લાગ્યો હતો અને બકલ નંબર સહિતની વિગત પૂછતાં સંતોષકારક જવાબ ન આપતા તેની અટકાયત કરી એલસીબી પોલીસ સ્ટેશનએ લાવી આઈકાર્ડ માગતા એ પણ ન હોવાથી શખ્સ પોલીસ વિભાગમાં ન હોવા છતાં ગુજરાત પોલીસનો લોગો સાથેનો યુનિફોર્મ પહેરી પોતાને પોલીસ હોવાનું જણાવી રોફ જમાવતો હોવાનું ખુલ્યું હતું. આ અંગે એલસીબીના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મુંધવાની ફરિયાદ પરથી અમરેલી સીટી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application