મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી પકડાઈ

  • May 23, 2024 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં બાયપાસ પર તિપતિ રેસીડેન્સીના બંગ્લોઝમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાનું બહાર આવ્યું છે. આ નકલી કચેરીમાંથી ૫૦થી વધુ રબ્બર સટેમ્પ, લેટર પેડ, બીલો, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો તપાસ દરમિયાન પોલીસને મુદ્દામાલ મળી આવ્યો છે.
સિંચાઈના વર્તમાન અને નિવૃત અધિકારીઓ નકલી કચેરી ચલાવતા હોવાનું આશંકા વ્યકત કરવામાં આવી છે. આ કચેરીમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અદિકારી અને નિવૃત અધિકારીઓ સહિત ૪થી ૫ લોકો કામ કરતા જોવા મળ્યા હતા. નકલી કચેરી ત્રણ વર્ષથી કાર્યરત હોવાની આશંકા સાથે સમગ્ર પ્રકરણનો બાયડના ધારાસભ્યએ પર્દાફાશ કર્યેા હતો. બાદમાં મોડાસા ટાઉન પોલીસ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.
રાજયના દાહોદ જિલ્લા અને બોડેલી તાલુકામાં નકલી સિંચાઈ કચેરી ઝડપાયા બાદ નકલી કચેરીનો સિલસિલો ચાલુ રહયો હતો. જેમાં ૨૨ કરોડના કૌભાંડ પણ બહાર આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે છેલ્લા ૩ વર્ષથી એક કચેરીમાં સિંચાઈ વિભાગનો વહીવટ ચાલતો હોવાની ફરિયાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને મળી હતી.આ મુદ્દે ધારાસભ્ય દ્રારા જિલ્લા કલેકટર અને પોલીસવડાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ યોગ્ય કાર્યવાહી હાથ નહીં ધરાતા બુધવારના રોજ ધારાસભ્યએ મોડાસાની તિપતિ રાજ રેસીડેન્સીમાં કાર્યરત કથિત નકલી કચેરીની સ્થળ તપાસ હાથ ધરી હતી

અધિકારીઓના ગોળગોળ જવાબ: તપાસ ચાલુનું રટણ કરાયું
મોડાસાની એક રેસીડેન્સીમાં સિંચાઈ વિભાગની કાર્યરત કચેરી નકલી હોવાની શંકાના આધારે ધારાસભ્ય દ્રારા તંત્રને ફોન કરાતા જિલ્લા ડીડીઓ અને આરએસીની સુચના બાદ ટીમ આ સ્થળે પહોંચી હતી.જોક આ કચેરી અસલી છે કે નકલી તે તંત્રના જવાબદાર અધિકારીને જાણે જાણ જ ન હોય એમ બધા અધિકારીઓએ ગોળગોળ જવાબ આપવાનું પસદં કયુ હતું. અને ડીડીઓ ઈન્ચાર્જ આર.એન.કુચારા એ તપાસ ચાલુ છે રીપોર્ટ બાદ કાર્યવાહી કરી શું નું રટણ કયુ હતું. ડેપ્યુટી ડીડીઓ પ્રજાપતિ એ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે કચેરીમાંથી મળી આવેલી ચીજ વસ્તુઓ કે જેનું લાંબુ લચ્ચ લીસ્ટ તૈયાર કરી પંચરોજકામ કરાયું છે. કસ્ટડીમાં લીધેલા એ વસ્તુઓ ઉચ્ચકક્ષાએ મોકલી તપાસ હાથ ધરાશે

રબ્બર સ્ટેમ્પ, લેટરહેડ અને બિલો સહિતની સામગ્રી મળી
આ કચેરીમાંથી ૫૦થી વધુ રબ્બરના સ્ટેમ્પ,કોરા બીલ, લેટર  પેડ તળાવો ભરવાની મંજૂરીના! પત્રો,પ્રિન્ટર, કોમ્પ્યુટર સહિતની સાહિત્ય મળી આવ્યું હતું. સિંચાઈ વિભાગની નકલી કચેરીમાંથી ભાગ્યોદય હાર્ડવેર, જલારામ સિમેન્ટ ડેપો, ક્રિષ્ણા ટ્રેડર્સ, શિવમ્ સિમેન્ટ ડેપો વગેરે પેઢીના કોરા બીલો મળી આવ્યા હતા. અને કચેરીમાં તપાસ દરમિયાન જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી અને આજ વિભાગના નિવૃત્ત ડી.ઈ. સહિત ૪ થી ૫ લોકો કામ કરતા જોવા મળ્યા હતા. મોડાસામાં નકલી કચેરી મળી આવી એવા વાયુવેગે સોશીયલ મિડિયામાં સમાચારલ પ્રસર્યા હતા. અને મોડાસા ટાઉન પોલીસ, એલસીબી સહિત પંચાયતના અધિકારીની ટીમો સ્થળ ઉપર પહોંચી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application