પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના નામનું ફેક ફેસબુક આઇડી બનાવાયું

  • May 12, 2025 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઇબર ક્રાઇમ હાલના સમયમાં પોલીસ માટે સૌથી મોટો પડકાર છે. હવે ખુદ પોલીસ પણ સાયબર ક્રાઇમનો ભોગ બની રહી છે. ત્યારે રાજકોટમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના બે ફેક ફેસબુક એકાઉન્ટ કોઈએ બનાવી નાખ્યાનું સામે આવ્યું છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

વિવિધ ક્ષેત્રના નામાંકિત લોકોના નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી ગઠિયાઓ આ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના પરિચિતો પાસેથી નાણાં પડાવતા હોય છે. ત્યારે રાજકોટમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો છે. ખુદ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાના બે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યા હતા અને તેમાં પોલીસ કમિશનર ઝાની વિવિધ તસવીરો પણ અપલોડ કરવામાં આવી હતી.

આ બાબત ધ્યાને આવતા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. એક ફેસબુક એકાઉન્ટમાંથી સામેની વ્યક્તિ સાથે ચેટીંગ કરી તેની પાસેથી તેના મોબાઈલ નંબર મેળવવાનો પ્રયાસ થયો હતો. જોકે કમિશનર બ્રજેશ કુમાર ઝા પાસે તે વ્યક્તિના મોબાઈલ નંબર અગાઉથી જ હોય તે વ્યક્તિ આ વાતથી વાકેફ હોય ફેક એકાઉન્ટ હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું અને તેણે ગઠિયાઓ સાથે ચેટિંગ અટકાવી દીધું હતું. આ અંગે સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી પોલીસ કમિશનરના નામના ફેક ફેસબુક આઈડી બનાવનાર આ ભેજાબાજને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application