ફઈની હત્યારા દંપતીને ઘટના સ્થળ પર લઈ જઈ રિકંટ્રકશન કરાયું

  • March 24, 2025 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સીદસર ગામે હીલપાક જવાના રસ્તા ઉપર કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના ગેઇટ નં.૦૩ ની સામે બાવળની ઝાડી-ઝાખરામાં આવેલ મહાનગર પાલીકાની ડ્રેનેજ ગટર લાઇનના મેઇન હોલમાંથી આજથી દોઢ વર્ષ પુર્વે મહિલાનો હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે વરતેજ પોલીસ મથકમાં હત્યાની કલમ હેઠળ  ગુનો દાખલ થયો હતો. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાંચે ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઝુંપડામાં રહેતા દંપતી રણજીત ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયા અને તેના પત્ની કંચનબેને ઝડપી પુછપરછ કરતા તેણે સીદસર ગામે રહેતા તેના ફઈ હલુબેન ધર્મેન્દ્રભાઈ વાઘેલાને ધતુરાના બી પાઈ બેશુધ્ધ કર્યા બાદ ગળાટુંપો આપી હત્યા કર્યાની કબુલાત આપી હતી. દરમીયાન હત્યારા દંપતીને વરતેજ પોલીસે ઘટના સ્થળ પર લઈ જઈ રિકંટ્રકશન હાથ ધર્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application