BREAKING NEWS

રાજકોટમાં ન્યૂઝીલેન્ડે ભારતની પતંગ કાપી: કેપ્ટન ગીલે કહ્યું-વિકેટ લેવામાં અસફળતા અને નબળી ફિલ્ડિંગ મેચની હારનું કારણ

  • January 15, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન-ડે શ્રેણીનો બીજો મેચ ગઈકાલે મકરસંક્રાતિએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમમાં રમવામાં આવી હતી જેમાં ન્યુઝીલેન્ડની ટીમે સાત વિકેટે મેચ જીતી શ્રેણીમાં 1-1થી બરાબરી કરી હતી. આ સાથે ન્યુઝીલેન્ડની ટીમે ભારતને ઘર આંગણે સૌથી વધુ રન ચેઝ કરી મેચ હરાવવાનો ઇતિહાસ રચ્યો હતો. ખંઢેરી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરનાર ટિમ આજદિન સુધી જીત મેળવી છે જે રેકોર્ડ પણ ન્યુઝીલેન્ડએ ભારત સામેની મેચમાં રન ચેઝ કરી ખોટો ઠેરવ્યો હતો. ન્યુઝીલેન્ડ કેપ્ટન માઈકલ બ્રેસવેલે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટિમમાં સ્ટાર્સ ક્રિકેટરો રોહિત શર્મા 24 અને વિરાટ કોહલીએ 23 રન બનાવી પોતાની વિકેટ ગુમાવી દેતા પ્રેક્ષકો પણ નિરાશ થયા હતા.


જ્યારે બેટિંગ લાઈન સંભળાતા કે.એલ.રાહુલે 92 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 112 રન બનાવ્યા હતા જયારે કપ્તાન શુભમન ગીલે 53 બોલમાં 56 રન બનાવ્યા હતા. ભારતે 7 વિકેટના અંતે 284 રન બનાવ્યા હતા અને ન્યુઝીલેન્ડની ટીમે 285 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ ક્રિસ્ટન કલાર્કે ઝડપી હતી. ભારતે આપેલા 285 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે 47.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 285 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. સર્વાધિક ડેરેલ મૈચેલે 131 રન બનાવી નોટ આઉટ રહી જીત અપાવી હતી. મકર સંક્રાતિ પર્વ હોવા છતાં ખંઢેરી સ્ટેડિયમ હાઉસફુલ જોવા મળ્યું હતું પરંતુ ભારતની હારે પ્રેક્ષકોને નિરાશ કર્યા હતા.


વિકેટ લેવામાં અસફળતા અને નબળી ફિલ્ડિંગ મેચની હારનું કારણ: કેપ્ટન ગિલ

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમ મીડિયાને સંબોધતા કેપ્ટન શુભમન ગિલે ટીમના પ્રદર્શનથી નિરાશા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, હાર માટે વચ્ચેની ઓવરોમાં વિકેટ લેવામાં અમે અસફળ રહ્યા હતા અને કેટલીક ફિલ્ડિંગની ભૂલોને પણ જવાબદાર ગણાવી હતી.


વધુમાં કેપ્ટન ગિલે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ખાસ કરીને ડેરિલ મિશેલ અને વિલ યંગે ભારતીય સ્પિનરો સામે સરળતા પૂર્વક રમ્યા હતા. જેની સામે અમે વિકેટ લઈ શક્યા નહતા. ફાસ્ટ બોલર્સએ શરૂઆતમાં સારું પ્રદર્શન કર્યું હતું. લાઈન ટુ લાઈન બોલિંગ કરી હતી. પરંતુ પછીથી કોઈ વિકેટ લેવામાં સફળતા મળી નહતું. જયારે જયારે વિકેટ્સના ચાન્સ મળ્યા ત્યારે કેચ પણ છૂટતા ફિલ્ડિંગને પણ મેચની હારનું નબળું પાસું ગણાવ્યું હતું. મને લાગે છે કે ૨૦-૨૫ ઓવર પછી પિચ થોડી સપાટ થઈ ગઈ હતી ત્યારે અમારે થોડા વધુ આક્રમક બનવાની જરૂર હતી. અમારે થોડા વધુ જોખમ લેવા જોઈતા હતા, જે અમે કરવામાં નિષ્ફળ ગયા. બેટિંગ અંગે, ગિલે કહ્યું કે આવી પીચો પર, સેટ બેટ્સમેન માટે અંત સુધી ટકી રહેવું મહત્વપૂર્ણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application