મહારાષ્ટ્ર્રમાં કોણ બનશે મુખ્યમંત્રી ફડણવીસ કે શિંદે? આજે થશે ફેંસલો

  • November 25, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર્ર વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિને ૨૩૬ બેઠકો સાથે મળેલી જોરદાર સફળતા બાદ મુખ્યમંત્રી કોણ હશે તેનો નિર્ણય આજે લેવામાં આવે તેવી શકયતા છે. વ્યસ્ત રાજકીય ઘટનાક્રમ વચ્ચે ભાજપ અને રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સઘં મહાયુતિ–એનડીએની જીતના મુખ્ય શિલ્પી એવા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્ર્રના નવા મુખ્યમંત્રી તરીકે જોવાની ઈચ્છા વ્યકત કરી રહ્યા છે. કારણ કે ફડણવીસના નેતૃત્વમાં ભાજપ ત્રીજી વખત ૧૦૦થી વધુ બેઠકો જીતવામાં સફળ રહ્યું છે.
બીજી તરફ શિવસેના પ્રમુખ એકનાથ શિંદે પણ મુખ્યમંત્રી પદની રેસમાં હોય તેવું લાગી રહ્યું છે. યારે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ કહ્યું છે કે તેમની પાર્ટી પણ ઈચ્છે છે કે તેમના નેતા અજિત પવાર મુખ્યમંત્રી બને. પરંતુ મુખ્યમંત્રી પદનો નિર્ણય મહાયુતિના ત્રણેય પક્ષો સાથે મળીને લેશે. ૧૪મી મહારાષ્ટ્ર્ર વિધાનસભાનો કાર્યકાળ ૨૬ નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. સરકારની રચનાની પ્રક્રિયા શ કરીને ભારતના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમાર અને મહારાષ્ટ્ર્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમ મલબાર હિલમાં રાજભવન ખાતે રાયપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને તેમને ૧૫મી મહારાષ્ટ્ર્ર વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોના નામો ધરાવતી ગેઝેટ અને ભારતના ચૂંટણી પંચની સૂચનાની નકલો રજૂ કરી હતી.
આ કામ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૭૩ માં સમાવિષ્ટ્ર જોગવાઈઓ અનુસાર કરવામાં આવ્યું હતું. હવે ત્રણ પક્ષોની ગઠબંધન મહાયુતિ સરકારની રચનાનો રસ્તો સાફ થઈ ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે ગત સરકારની જેમ આ વખતે પણ એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી સરકારનો હવાલો સંભાળશે. પરંતુ હજુ સુધી તેમના નામની જાહેરાત કરવામાં આવી નથી. યાં સુધી મંત્રાલયોનો સંબધં છે, મહારાષ્ટ્ર્રમાં કેબિનેટ મંત્રીઓ અને રાય મંત્રીઓ સહિત મહત્તમ ૪૩ મંત્રીઓ હોઈ શકે છે.
ભાજપના એક વરિ અધિકારીનું કહેવું છે કે ભાજપના અધિકારીઓ અને કાર્યકરો ફડણવીસને રાયમાં ટોચના પદ પર જોવા માંગે છે. આજે બીજેપી ધારાસભ્ય દળની બેઠક મળવાની સંભાવના છે. બીજી તરફ, રવિવારે સવારે, અજિત પવારને સર્વસંમતિથી એનસીપી ધારાસભ્ય દળના નેતા તરીકે પસદં કરવામાં આવ્યા હતા.
શિવસેનાના નેતા એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા તરીકે પસદં કરવા માટે શિવસેનાના ધારાસભ્યોની બેઠક ગઈકાલે મોડી સાંજે શ થઈ છે. શિંદેના સાથી નરેશ મ્સ્કે, સંજય શિરસાટ, પ્રતાપ સરનાઈક અને દીપક કેસરકરે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેમના નેતા મુખ્ય પ્રધાન રહે. જો કે આખરી નિર્ણય ત્રણેય પક્ષોના નેતૃત્વ દ્રારા લેવામાં આવશે.
એનસીપીના નેતા છગન ભુજબળે પણ કહ્યું કે ત્રણેય પક્ષો સાથે બેસીને નક્કી કરશે કે અમારો નેતા કોણ હશે. તેમણે કહ્યું કે પવાર મુખ્યમંત્રી પણ બની શકે છે, તેમનો સ્ટ્રાઈક રેટ ઘણો સારો છે. આ દરમિયાન એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલે એકનાથ શિંદે સાથે મુલાકાત કરી છે.
મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલી ઉત્તેજના વચ્ચે, આજે યારે પત્રકારો દ્રારા પૂછવામાં આવ્યું કે મહાગઠબંધનમાં મુખ્યમંત્રી કોણ હોઈ શકે છે, તો એનસીપી (શરદ ચદ્રં પવાર) પ્રમુખ શરદ પવારે કહ્યું કે ભાજપ પાસે એટલો ડેટા છે કે મને નથી લાગતું. તેમની વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને વિવાદ થઈ શકે છે. મને નથી લાગતું કે તેના માર્ગમાં કોઈ ઊભું રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application