જસદણ નગરપાલિકાના મહિલા કોર્પેારેટર સોનલબેન વસાણીને શ્વાન બાબતે પાડોશીઓ સાથે ઝગડો થયાના બનાવમાં સામસામી ફરિયાદ નોંધવવામાં આવી છે. ઈંટ વડે પાડોશીઓએ માર મારી નિર્વક્ર કરી નાખવાની કોશિશ કર્યાની મહિલા કોર્પેારેટરે ફરિયાદ નોંધાવી હતી. જયારે સમાપક્ષે બે મહિલાઓને માર મારી આબ લેવાના ઇરાદે નિર્લ હત્પમલો કરાયાની ફરિયાદ પરથી પોલીસે કુલ સાત સામે ગુનો નોંધ્યો છે.
બનાવ અંગે જસદણના ચિતલીયા રોડ પર હરીનમન સોસાયટીમાં રહેતા અને જસદણ નગરપાલિકામાં કોર્પેારેટર તેમજ બાંધકામ સમિતિના ચેરમેન તરીકે સેવા આપતાં માધવીબેન ઉર્ફે સોનલબેન તેજસભાઈ વસાણી (ઉ.વ.૪૦)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા મનીષભાઈ ડાભી, એકતાબેન ડાભી, સંગિબેન ડાભીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૦૧–૦૪–૨૦૨૬ ના રોજ સાંજના સવા સાત વાગ્યાં આસપાસ તે ઘરે હતા ત્યારે મકાનની ડેલીએ કોઈ વસ્તુ ભટકાવાનો અવાજ આવતા તે ઘરની બહાર ગયા હતા ત્યાં પાડોશી મનીષભાઈ ડાભી તથા તેમના પત્ની એકતાબેન બહાર ઉભા હતા. બાદ એકતાબેને તેના હાથમાં રહેલ ઈંટના કટકાનો ઘા કરતા ફરિયાદીને ઘૂંટણમાં ઇટનો કટકો વાગી ગયો હતો. દરમિયાન આ શખસો બોલાચાલી–ઝપાઝપી કરવા લાગ્યા હતા. મનીષભાઈની બહેને ફોન આંચકી લીધો હતો. બાદ ત્રણેય શખસોએ વક્ર ઉતારવાની કોશિશ કરી હતી. સામાવાળા કહેતા હતા કે, આજ તો તને પૂરી જ કરી દેવી છે. બાદમાં મને માર મારવા લાગેલ અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. દરમિયાન અમારા પાડોશી નિમેષભાઈ ભરાડ આવી જતા મને પકડીને મારા ઘરમાં લઈ ગયા હતા. જે બાદ સામાવાળાએ નિમેષભાઈ તથા તેમના પત્ની દેવાંગીબેન, નિમેષભાઈના માતા ઉશાબેન સાથે પણ ઝપાઝપી કરી હતી. બાદમાં પતિ તેજસભાઈ આવી જતાં તેમણે મહિલા કોર્પેારેટરને સારવાર અર્થે ખેસડી હતી. યાંથી તેમણે ફરીયાદ નોંધાવી હતી.
મહિલા કોર્પેારેટરે ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ગઈ તા. ૩૦૦૩૨૦૨૬ ના રોજ અમારા પાડોશી મનીષભાઈ ડાભી તથા તેમની પત્ની એકતાબેન સાથે શેરીમાં રહેલ રખડતા કુતરા બાબતે બોલાચાલી થઇ હતી.
જયારે સામાપક્ષે વળતી ફરિયાદ નોંધાવતા એકતાબેન મનીષભાઈ ડાભીએ આરોપી તરીકે સોનલબેન વસાણી, તેજસ વસાણી, દેવુબેન ભરાડ, ઉષાબેન ભરાડનું નામ આપ્યું છે. પરિણીતાએ જણાવ્યું હતું કે, ગત તા. ૦૧–૦૪–૨૦૨૬ ના રોજ સાંજે સાત વાગ્યે તે તથા તેમના પતિ મનીષભાઈ માર્કેટમાંથી પાછા ઘરે આવતા હતા. ત્યારે સોનલબેનના ઘરે રહેલ પાળેલ કુતં ભસવા લાગ્યું હતું. જેથી મેં ઈટનો ટુકડો કુતરા તરફ ફેંકતા સોનલબેન તેના ઘરમાંથી બહાર નીકળી ગાળો આપવા લાગ્યા હતા. બાદમાં સોનલબેન ફરિયાદી તથા તેમના નણદં સંગીતા સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. બાદમાં પડોશી દેવુબેન ભરાડ અને ઉષાબેન ભરાડ ત્યાં આવી જતા ફરિયાદી તથા તેમના નણંદને માર મારવા લાગેલ હતા. જેથી ફરિયાદીના પતિ છૂટા પાડવા આવતા સોનલબેન તથા દેવુબેન અને ઉશાબેને પથ્થરોના છૂટા ઘા કરી અમને મારવા લાગેલ હતા. ફરિયાદીના નંણદને સોનલબેનના પતિએ ઘરમાંથી હાથ પકડી ખેંચીને બહાર કાઢી નિર્લ હત્પમલો કર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application