ફેસબુક ન્યુઝ બેન : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પીએમ મોદી સાથે કરી વાત, કહ્યું: કંપનીથી ડરશો નહીં

  • February 19, 2021 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટ્રેલિયામાં ફેસબુક અને સરકાર વચ્ચે ન્યૂઝ પ્રતિબંધને લઈને વિવાદ વધુ ગાઢબની રહ્યો છે. ફેસબુકે ઓસ્ટ્રેલિયામાં સમાચાર જોવા અને શેર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ફેસબુક સરકાર સાથે ઓસ્ટ્રેલિયાના મીડિયા કાયદાને લઈને વિરોધાભાસી છે. હવે આ મામલો એટલો વધી ગયો છે કે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરીસનને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મદદ માટે પૂછવા પડ્યાં. સ્કોટ મોરિસને કહ્યું કે સરકાર દેશની ટેક કંપનીઓની ધમકીઓથી ડરતી નથી.

ઓસ્ટ્રેલિયન અખબાર અનુસાર, સ્કોટ મોરિસને ફેસબુક સમાચારો પર શેર કરવા અને બતાવવા પર પ્રતિબંધનો મામલો પીએમ મોદીની સામે ઉઠાવ્યો છે.ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્પષ્ટ કહે છે કે, જો ફેસબુકના સીઈઓ માર્ગ ઝુકરબર્ગને સરકાર દ્વારા લાવવામાં આવેલા મીડિયા કાયદામાં કોઈ સમસ્યા આવી હોત, તો તેઓને બોલવું જોઈએ. આ રીતે પ્રતિબંધ મૂકવો એ એક ખોટો નિર્ણય છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયન સરકાર હવે ફેસબુક પર કાર્યવાહી કરવા કાયદાની લડત લડવાની યોજના બનાવી રહી છે. આ સમગ્ર મામલે ફેસબુકનું કહેવું છે કે તેણે મીડિયા કાયદાની વિરુદ્ધ આ પગલું ભર્યું છે. જો કે કાયદો ફેસબુક અને ગૂગલ ન્યૂઝ જેવી કંપનીઓને સમાચાર બતાવવા માટે ચૂકવણીની જોગવાઈ કરે છે.

ગૂગલે સર્ચ એન્જિન બંધ રાખવાની ધમકી પણ આપી હતી
ઓસ્ટ્રેલિયાના મંત્રીઓએ ગયા અઠવાડિયે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને આલ્ફાબેટ ઇન્ક અને તેના સીઈઓ ગૂગલ સુંદર પિચાઇ સાથે પણ ચર્ચા કરી હતી. અગાઉ ગૂગલે વિવાદાસ્પદ કાયદા રજૂ કરવામાં આવતાં ઓસ્ટ્રેલિયામાં તેનું સર્ચ એંજિન બંધ કરવાની ધમકી પણ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS