રામપર ગામમાં વૃઘ્ધને માર માયર્નિી પિતા-પુત્ર સામે રાવ
કાલાવડમાં લોખંડની પટ્ટીઓનો સામાન દુકાન પાસેથી લઇ લેવાના મામલે એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો, જયારે રામપર ગામમાં અગાઉના અણબનાવના કારણે એક વૃઘ્ધને માર મારીને ધમકી દીધાની પિતા-પુત્ર સામે ફરીયાદ કરવામાં આવી છે.
કાલાવડના સરવાણીયા ગામના પાટીયા પાસે રહેતા ફેબ્રીકેશનના ધંધાર્થી લાલજી ઉર્ફે અજયભાઇ નાગજીભાઇ મકવાણા (ઉ.વ.34)એ ગઇકાલે ટાઉન પોલીસમાં કાલાવડના મેહુલ સાવલીયાની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી.
મેહુલએ તા. 15ના સાંજના સુમારે ફરીયાદીને તેઓની દુકાન પાસે જઇને કહેલ કે તું તારી લોખંડની પટ્ટીઓનો સામાન અહી દુકાન પાસેથી લઇલે અમને વાહનમાં નડતરપ થાય છે તેમ કહીને આરોપીએ દુકાનમાં જઇ ધોકો લઇ આવી અપશબ્દો બોલી હજુ કેમ પટ્ટીઓ લીધી નથી તેમ કહીને ધોકા વડે હુમલો કરી લાલજીભાઇને શરીરના ભાગે મુંઢ ઇજાઓ પહોચાડી હતી.
બીજા બનાવમાં જામનગર તાલુકાના રામપર ગામમાં રહેતા નારણ અરજણભાઇ જાટીયા (ઉ.વ.54)ને મજુર વાડીએથી વસરામભાઇની વાડીએ પાણી પીવા ગયા હતા, નાના મોટા અણબનાવ અગાઉ બનેલ હોય જેનો ખાર રાખીને ગઇકાલે ફરીયાદી નારણભાઇને પાવડા અને લાકડીઓ વડે માર મારી ઇજા કરી ધમકી દીધી હતી. આ અંગે રામપર ગામમાં રહેતા વશરામ જેસંગ જાટીયા અને ધવલ વસરામ જાટીયાની વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech