મણિપુરમાં સતત વધી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ૫ જિલ્લામાં એફસ્પા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ૧૧ નવેમ્બરના રોજ જીરીબામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ૧૧ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્યારથી આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે. અહીં ૭ નવેમ્બરથી શ થયેલી હિંસામાં ૧૪ લોકો માર્યા ગયા છે.આથી સ્થિતિને કાબુમાં રાખવા કેન્દ્રએ મણિપુરમાં છ પોલીસ સ્ટેશનની મર્યાદાઓમાં એએફએસપીએ (એફસ્પા) ફરીથી લાગુ કયુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુવારે મણિપુરમાં ચાલી રહેલી જાતિ હિંસાને પગલે પાંચ જિલ્લાના છ પોલીસ સ્ટેશનોની મર્યાદાઓને સંવેદનશીલ વિસ્તારો તરીકે જાહેર કરી, અને આમ્ર્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એકટ એફસ્પા લાગુ કરાયો છે. એફસ્પા, જે સશક્ર દળોને નિરંકુશ સત્તાઓ આપે છે, મણિપુર સરકાર દ્રારા આ વિસ્તારોમાંથી એપ્રિલ ૨૦૨૨માં સુરક્ષા પરિસ્થિતિને ધ્યાને લઈ એફસ્પા હટાવી લીધો હતો જે હવે સ્થિતિ વણસી જતાં તેને ફરીથી લાગુ કરવામાં આવ્યો છે. નવો આદેશ ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી લાગુ રહેશે.
કેન્દ્ર સરકારના આદેશો હેઠળ, ઇમ્ફાલ પશ્ચિમમાં સેકમાઇ અને લમસાંગ પોલીસ સ્ટેશનની હદ, ઇમ્ફાલ પૂર્વમાં લામલાઇ, જીરીબામમાં જીરીબામ પોલીસ સ્ટેશનની હદ, બિષ્ણુપુરમાં મોઇરાંગ અને કાંગપોકપી જિલ્લામાં લિમાખોંગને સારી રીતે સંકલિત કામગીરી માટે કાર્યરત કરવામાં આવી છે. સુરક્ષા દળો અને વિદ્રોહી જૂથોની ગતિવિધિઓને રોકવા માટે અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે આ વિસ્તારોમાં એફસ્પા લાગુ થશે.
'એફસ્પા' કાયદો કેન્દ્રીય સશક્ર દળોને 'વિક્ષેપગ્રસ્ત વિસ્તારો'ના 'શાંતીકરણ'માં જાહેર વ્યવસ્થા જાળવવા માટે અમર્યાદિત સત્તા આપે છે. જર પડે કેન્દ્ર સરકાર અને રાય સરકાર આનો અમલ કરી શકે છે. આ હેઠળ, સુરક્ષા દળોને કોઈપણ વોરટં અને અવરોધ વિના અવ્યવસ્થિત વિસ્તાર તરીકે જાહેર કરાયેલા વિસ્તારોમાં કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો અધિકાર મળે છે. આસામ ક્ષેત્રમાં નાગા વિદ્રોહનો સામનો કરવા માટે સૌપ્રથમ એફસ્પા લાગુ કરવામાં આવ્યો હતો. એફસ્પા સૈન્ય, રાય અને કેન્દ્રીય પોલીસ દળોને વોરટં વિના ઘરોની તલાશી લેવા અને કોઈપણ સંપત્તિનો નાશ કરનારને ગોળી મારવાની સત્તા આપે છે. નિષ્ણાતોના મતાનુસાર એફસ્પા ત્યારે સરકાર દ્રારા લાગુ કરવામાં આવે છે યારે આતંકવાદ કે વિદ્રોહનો મામલો હોય અને ભારતની પ્રાદેશિક અખંડિતતા જોખમમાં હોય. જે વિસ્તારમાં એફસ્પા અમલમાં છે ત્યાં સુરક્ષા દળો કોઈ પણ વ્યકિતને શંકાના આધારે વોરટં વિના ધરપકડ કરી શકે છે. આટલું જ નહીં, જો કોઈએ કોિઝેબલ ગુનો કર્યેા હોય અથવા તે કરવા જઈ રહ્યું હોય તો સુરક્ષા દળો તેની વોરટં વિના ધરપકડ કરી શકે છે.
મણિપુરના જીરીબામ જિલ્લામાં, સોમવારે લશ્કરી ગણવેશમાં સ આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન અને નજીકના સીઆરપીએફ કેમ્પ પર અંધાધૂંધ ગોળીબાર કર્યેા હતો. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં ૧૧ શંકાસ્પદ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરના બીજા દિવસે એટલે કે ૧૨મી નવેમ્બરે સશક્ર આતંકવાદીઓએ જિલ્લામાંથી મહિલાઓ અને બાળકો સહિત છ નાગરિકોનું અપહરણ કયુ હતું. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ વધુ વધી ગયો છે. ૭ નવેમ્બરથી શ થયેલી હિંસામાં ત્રણ પુષો અને મહિલાઓ સહિત ઓછામાં ઓછા ૧૪ લોકો માર્યા ગયા છે. સ્થિતિ બગડતી જોઈને કેન્દ્ર સરકારે એફસ્પા લાગુ કરવાનો નિર્ણય કર્યેા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં નશાખોરને સિક્યુરિટી સ્ટાફે પકડીને પોલીસ તથા 108 ને સોંપ્યો
May 13, 2025 09:40 AMનવો કોન્ટ્રાક્ટ ન અપાય ત્યાં સુધી રીવરફ્રન્ટ ને વેકેશન પૂરતો ખોલવા થઈ માંગ
May 13, 2025 09:39 AMરાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ આધેડનું 15 વર્ષથી વિખૂટા પડેલા પુત્ર સાથે મિલન
May 13, 2025 09:38 AMજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech