નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે એફઆરસી ચેરમેન અને સભ્યોવિહોણી

  • June 11, 2024 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ સાહથી નવું શૈક્ષણિક સત્ર શ થવા જઈ રહ્યું છે ત્યારે એફ.આર.સી.કમિટી ચેરમેન વિહોણી બને છે. સૌરાષ્ટ્ર્રમાં ફી નિર્ધારણ સમિતિના ચેરમેન ની મુદત પૂરી થઈ જતા હજી સુધી સમિતિના નવા સભ્યો અને ચેરમેનની નિમણૂક કરવામાં આવી નથી જેના લીધે નવા સત્રની ફીનું ધોરણ કઈ રીતે નક્કી થશે જેના માટે મૂંઝવણ ઊભી થઈ છે.
રાજકોટ સહિત રાયભરની એફ આર સી કમિટી સભ્યો અને ચેરમેન વગર ખાલીખમ પડી છે. આ અંગેની મળતી વિગત મુજબ ૧૦ જૂન ના રોજ યારે ચેરમેનની મુદત પૂરી થઈ જતાં કચેરીમાં વહીવટી કામગીરી સંભાળતા વર્ગ ૨ ના એકમાત્ર અધિકારી હવે જવાબદારી સંભાળી રહ્યા છે. રાજકોટમાં કાર્યરત ફી નિર્ધારણ કમિટી રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર્રના ૧૬ જિલ્લાની ખાનગી, પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ફી માટેનું માળખું નક્કી કરે છે.
ચેરમેન અને કમિટીના સભ્યોની મુદત પૂરી થઈ ગઈ છે ત્યારે બીજી બાજુ ૪૦૦ જેટલી ખાનગી શાળાઓએ ફી વધારા માટે દરખાસ્ત કરી છે જે અંગેનો નિર્ણય અત્યારે અધ્ધરતાલ હોવાથી શાળાઓ દ્રારા ફી વધારવામાં કોઈ અંકુશ રહેશે નહીં અને વાલીઓના ખિસ્સા ઉપર ભારણ વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે,ફી નિર્ધારણ સમિતિના કો–ઓડીનેટર તરીકેની જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી સંભાળી રહ્યા છે. ખાનગી શાળાઓ દ્રારા વસૂલવામાં આવતી ફીના ધોરણ પર નિયંત્રણ મૂકવામાં સરકારને જાણે કે રસ ન હોય તે રીતે ચેરમેનની મુદત લંબાવવામાં કે પછી નવી નિમણૂક કરવામાં રસ નથી તેવી સ્થિતિ સર્જાય છે.
રાજકોટ ઉપરાંત અમદાવાદ વડોદરા અને સુરત ઝોનમાં પણ ફી નિર્ધારણ સમિતિમાં ચેરમેનની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં પણ હજુ સુધી નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી નથી. આ સાહથી નવું શૈક્ષણિક પત્ર શ થવા જઈ રહ્યું છે ત્યારે યાં સુધી ફીનો માળખું નહીં રચાય તો વાલીઓને પણ શાળાઓ દ્રારા વધારવામાં આવેલો ફી વધારો ચૂકવવો પડશે તે વાત નિશ્ચિત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application