ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવની પરિસ્થિતિ ઉભી થઇ છે અને વધુ તંગદિલી થાય તેવુ જણાઇ રહ્યુ છે ત્યારે પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લેતા પોરબંદરમાં ફટાકડા ફોડવા ઉપર અને ડ્રોન ઉડાડવા ઉપર તા. ૨૪-૫ સુધી પ્રતિબંધ મુકવામા આવ્યો છે અને તેનો ભંગ કરનાર સામે એફ.આઇ.આર. થશે તેમ જણાવાયુ છે.
પોરબંદરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.વદરે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (બી.એન.એસ.એસ.) ૨૦૨૩ની કલમ ૧૬૩ થી મળેલી સત્તાની એ પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર અને તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે તેમણે બહાર પાડેલા જાહેરનામામા જણાવ્યુ છે કે રાષ્ટ્રમાં પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લેતા પોરબંદર જિલ્લા વિસ્તારના નાગરિકોમાં ભય જેવી પરિસ્થિતિ ઉભી ન થાય તેમજ નાગરિકોના જાનમાલની સુરક્ષાને ધ્યાને લઇ આગામી ૧૫ દિવસો સુધી પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા પર તેમજ તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવા માટે દરખાસ્ત થઇ આવેલ છે. આમ હાલની પરિસ્થિતિ ધ્યાને લેતા લોકોમાં ભય ન ફેલાય અને કોઇપણ પ્રકારે જાહેર વ્યવસ્થા ન ખોરવાય તે માટે પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા કે તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવો જરી ગણાય છે.
આ હુકમ તા. ૯-૫-૨૦૨૫ થી તા. ૨૪-૫-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) ૨૦૨૩ની કલમ -૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક એ.એસ.આઇ. સુધીનો હોદો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો પાસેથી જાહેર વ્યવસ્થા કે લોકોમાં ભય ફેલાય તેવો કોઇપણ સામાન પોલીસ તપાસ અર્થે કબ્જે લઇ શકશે. તેમ જણાવીને પોરબંદરના અધિકજિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.વદરે જાહેરનામુ બહાર પાડયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં એ.ટી.એમ. સેન્ટર બહાર છેતરપીંડી કરનાર શખ્શ ઝડપાયો
May 13, 2025 03:27 PMનવો કોન્ટ્રાક્ટ ન અપાય ત્યાં સુધી રીવરફ્રન્ટ ને વેકેશન પૂરતો ખોલવા ઈ રજુઆત
May 13, 2025 03:26 PMમાતાની મૈયતમાં જતા પુત્રનો જનાજો નીકળતા અરેરાટી
May 13, 2025 03:26 PMસુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ગંદાપાણીનો થઇ રહ્યો છે નિકાલ
May 13, 2025 03:25 PMહાઇવે પર અકસ્માત અટકાવવા રાહદારીઓ અને પશુઓને લગાડવામાં આવ્યા રેડિયમ બેલ્ટ
May 13, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech