ફિફાએ વર્લ્ડ કપ 2026ની ટ્રોફી અને લોગોનું કર્યુ અનાવરણ

  • May 18, 2023 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ફિફાએ વર્લ્ડ કપની 2026ની ટ્રોફીનું અનાવરણ કર્યું હતુ. ચાર વર્ષ બાદ ફિફા વર્લ્ડ કપ યોજાશે. જેની તૈયારીઓને અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.


મહત્વનું છે કે વર્ષ 2022ના રોમાંચક ફિફા વર્લ્ડ કપ આખી દુનિયાએ નિહાળ્યો હતો. ત્યારે હવે ચાર વર્ષ બાદ વર્ષ 2026માં ફિફા વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે. જેની તૈયારીઓ હમણાથી શરૂ થઈ ગઈ છે. હાલમાં જ ફિફા વર્લ્ડ કપ 2026ની ટ્રોફી અને લોગો જાહેર કરવામાં આવ્યો છે.


ફૂટબોલ રમતએ દુનિયાની સૌથી લોકપ્રિય રમતોમાંથી એક છે. ફૂટબોલને લઈને આખી દુનિયામાં દીવાનગી જોવા મળે છે. એમાં પણ જ્યારે ફિફા વર્લ્ડ કપ આવે છે ત્યારે દરેક ફૂટબોલ પ્રેમીઓનો ઉત્સાહ સૌથી વધારે હોય છે. હાલમાં જ કતારમાં ફિફા વર્લ્ડ કપ 2022 રોમાંચક અંદાજમાં પૂરુ થયું હતું. આર્જેન્ટિના ત્રીજી વાર વર્લ્ડ કપ વિજેતા બની હતો. ત્યારે હવે ચાર વર્ષ બાદ વર્ષ 2026માં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. જેની તૈયારીઓ હમણાથી જ શરુ કરી દેવામાં આવી છે.


ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ (FIFA)એ વર્ષ 2026ના ફિફા વર્લ્ડ કપ માટે લોગો અને સત્તાવાર બ્રાન્ડનું અનાવરણ કર્યું છે. લોસ એન્જલસમાં વર્લ્ડ કપ ટ્રોફીના અનાવરણનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલી વાર ફિફાએ ડિઝાઇનની ભાષામાં ફેરફાર અપનાવવા માટે ટ્રોફી સાથે વર્લ્ડ કપનું વર્ષ દર્શાવતું લોગો પસંદ કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application