એફ અને એમ શ્રેણીના વિઝા ધારકો પોતાની ઈચ્છા મુજબ વધુ સમય યુએસમાં રહી શકે,એફ અને એમ વિઝા શું છે?

  • December 26, 2023 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકામાં આંતરરાષ્ટ્ર્રીય વિધાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ આંતરરાષ્ટ્ર્રીય વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને વિઝા નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. વિગતો મુજબ આ ફેરફારો એફ અને એમ શ્રેણીના વિઝા ધારકો માટે કરવામાં આવ્યા છે. આ અંતર્ગત યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસએ અમેરિકન શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ અને રોજગાર શ્રેણીમાં ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરવાનું કહ્યું છે. આ કેટેગરીના વિઝા ધારકો પોતાની ઈચ્છા મુજબ વધુ સમય માટે અમેરિકામાં રહી શકશે.


આ નવી અપડેટેડ પોલિસી વિધાર્થીઓના સ્ટેટસમાં ફેરફાર યુએસમાં તેમના રોકાણનો સમયગાળો વધારવા અને એફ અને એમ કેટેગરીમાં વિધાર્થીઓની સ્થિતિ પુન:સ્થાપિત કરવા માટેની અરજીઓ સાથે સંબંધિત છે. આ નવી માર્ગદર્શિકા ૨૦ ડિસેમ્બરે જાહેર કરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે આ નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ્ર કરવામાં આવ્યું છે કે, એફ અને એમ વિઝા ધારકો અસ્થાયી રોકાણના સમયગાળા પછી પણ તેમની ઇચ્છા મુજબ અમેરિકામાં રહી શકે છે. સ્નાતક વિધાર્થીઓ હવે પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સમાં કામ કરવા માટે ૩૬ મહિનાની વૈકલ્પિક વ્યવહારિક તાલીમ મેળવી શકે છે. આ ઉપરાંત આ માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, એફ વિઝા ધરાવતા વિધાર્થીઓ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં તેમની ડિગ્રીના આધારે વૈકલ્પિક પ્રેકિટકલ ટ્રેનિંગમાં વિસ્તરણ માટે અરજી કરી શકે છે. નોંધનીય છે કે, અમેરિકામાં અભ્યાસ કરતા લગભગ ૧૦ લાખ વિદેશી વિધાર્થીઓમાંથી ૨૫ ટકાથી વધુ ભારતીય વિધાર્થીઓ છે.


એફ અને એમ વિઝા શું છે?
અમેરિકામાં એમ વિઝા વ્યાવસાયિક અભ્યાસ માટે આપવામાં આવે છે યારે એફ વિઝા સામાન્ય અભ્યાસ માટે આપવામાં આવે છે. અમેરિકાની કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસના અભ્યાસક્રમના આધારે અરજદારોને એફ અથવા એમ વિઝા આપવામાં આવે છે. બંને પ્રકારના વિઝા હેઠળ વ્યકિતને ૬૦ મહિના સુધી અમેરિકામાં રહેવાની મંજૂરી આપી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application