ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં અતિ ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પૂર આવ્યા

  • June 21, 2021 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

   ભાણવડ તાલુકામાં શનિવારે દિવસ દરમિયાન નોંધપાત્ર વરસાદી ઝાપટા વરસ્યા હતા. આટલું જ નહી, જાણવા મળતી વિગત મુજબ ભાણવડ પંથકમાં આવેલા બરડા ડુંગર વિસ્તારમાં શનિવારે બપોરે વરસી ગયેલા અતિભારે વરસાદના કારણે ડુંગર પરથી પાણીનો ધસમસતો પ્રવાહ નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી ગયો હતો. બિન આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ બરડા ડુંગર વિસ્તારમાં આશરે આઠેક ઈંચ જેટલા આ ભારે વરસાદના કારણે તાલુકાના ઢેબર, રાણપર, મોખાણા અને પાસ્તર ગામમાં પુર જેવા પાણી ધસી આવ્યા હતા. જેના કારણે થોડો સમય ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ વરસાદથી જાનમાલની નુકસાની થયાના વાવડ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)