ચીનના હેનાન રાજ્યમાં ભારે વરસાદના કારણે આવ્યું પૂર, 12 લોકોના મૃત્યુ

  • July 21, 2021 11:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીનના હેનાન રાજ્યમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે, જેના કારણે 12 લોકોના મૃત્યુ થયા. અંદાજે 2 લાખ લોકોને સુરક્ષીત જગ્યાઓ પર પહોંચાડવામાં આવ્યા છે. હેનાન રાજ્યમાં ઝેંગ્ઝો શહેરમાં 24 કલાકમાં રેકોર્ડ 18 ઈંચ વરસાદ નોંધાયો છે. આ કારણે શહેરમાં ઘણી જગ્યાએ વીજળી જતી રહી છે. રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે. 


પૂરના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, શહેરના ઘણાં રસ્તા પાણીમાં ડૂબી ગયા

 

 

વરસાદનું પાણી શહેરની લાઈન ફાઈવની સબવે સુરંગમાં ભરાઈ ગયું, જેનાથી એક ટ્રેનમાં ઘણાં યાત્રીઓ ફસાયા
 

 

વરસાદના કારણે 80થી વધારે બસ સેવાઓ રદ કરાઈ, 100થી વધારે બસના રસ્તા બદલવામાં આવ્યા 
 

 

વરસાદના કારણે 80થી વધારે બસ સેવાઓ રદ કરાઈ, 100થી વધારે બસના રસ્તા બદલવામાં આવ્યા
 


ઝેંગ્ઝો રેલવે સ્ટેશન પર 160થી વધારે ટ્રેન રોકી દેવાઈ. અહીંના એરપોર્ટ પર શહેર આવતી-જતી 260 ફ્લાઈટ રદ કરાઈ. પૂરના કારણે 80થી વધારે બસ સેવાઓ રદ કરવામાં આવી છે. 100થી વધારે બસોના રસ્તા બદલવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS