વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં આજે મંગળવારે બપોર સુધી મેઘવિરામ રહયો હતો. મહત્તમ તાપમાન ૩૨.૭ ડિગ્રી,લઘુત્તમ ૨૫.૬, ભેજ ૮૭ ટકા અને પવનની ઝડપ ૧૦ કિ.મી. રહી :શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક- જાવક ૪૫૦ ક્યુસેક શરૂ,ડેમના પાંચ દરવાજા એક ફુટે ખોલાયા છે
ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે આજે મંગળવારે બપોર સુધી મેઘવિરામ રહયો હતો. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ ૪૫૦ ક્યુસેક પાણીની આવક અને જાવક શરૂ છે.ડેમના પાંચ દરવાજા એક ફુટે ખુલ્લા છે.પાલિતાણાના શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે.
વરસાદી વાતાવરણ દૂર થતાં ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન એક જ દિવસમાં ૬.૩ ડિગ્રી વધીને ૩૨.૭ ડિગ્રી રહયું હતું.ભાદરવાના આકરા તાપથી આથી લોકોને રાહત મળી હતી.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે. મહત્તમ તાપમાન વધીને ૩૨.૭ ડિગ્રી,જ્યારે લઘુતમ તાપમાન ૧.૩ ડિગ્રી વધીને ૨૫.૬ ડિગ્રી નોંધાયુ હતુ. આજે મંગળવારે સવારે ભેજ ૮૭ ટકા રહયો હતો.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૦ કિ.મી. રહી હતી.
ભાદરવા માસના અંતિમ સપ્તાહમાં ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે. ઑક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘઘટ થયા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech