ભાવનગર જિલ્લામાં આજે મંગળવારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ બપોર સુધી વિરામ લીધો હતો. મહત્તમ તાપમાન ૩૫.૪ ડિગ્રી થતા નગરજનોએ આકરી ગરમી અનુભવી હતી.જ્યારે લઘુતમ તાપમાન ૨૭.૫ ડિગ્રી રહયું હતું. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક બંધ છે. ડેમની સપાટી આજે બપોરે ૨૩.૬ ફૂટ યથાવત રહી હતી.ભાવનગર જિલ્લામાં હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી.
હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં આજે મંગળવારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.પરંતુ મેઘરાજાએ બપોર સુધી વિરામ લીધો હતો. ભાવનગર શહેરના લોકો સારા ધોધમાર વરસાદની રાહમાં છે.સામાન્ય વરસાદ થયો હોવાથી હજી ઠંડક થતી નથી.
પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક બંધ છે. ડેમની સપાટી આજે બપોરે ૨૩.૬ ફૂટ યથાવત રહી છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે.
ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ૩૫.૪ ડિગ્રી રહયું હતું.આથી ગરમી વધી હતી.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે.દરરોજ વાદળો છવાય છે પરંતુ મન મુકીને વરસતા નથી.ભાવનગર શહેરમાં લોકો સારા વરસાદની રાહમાં છે.
શહેરનું મહત્તમ તાપમાન ૧.૭ ડિગ્રી વધીને ૩૫.૪ ડિગ્રી રહયું હતુ. આથી આકરી ગરમીથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા.લઘુતમ તાપમાન આંશિક ૦.૨ ડિગ્રી વધીને ૨૭.૩ ડિગ્રી નોંધાયુ હતુ.આજે મંગળવારે સવારે ભેજ ૮૩ ટકા રહયો હતો.આથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૦ કિ.મી.રહી હતી.
શ્રાવણ માસના મધ્યમાં ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે.ઓગસ્ટ મહિનાના ત્રીજા સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech