જામનગરમાં આકરો તાપ: તાપમાન 38.5 ડીગ્રી

  • May 04, 2021 08:31 PM 

બપોરના 11 થી 5 દરમ્યાન અસહ્ય બફારાથી લોકો ત્રાહીમામ : ગામડાના જનજીવન ઉપર અસર : જામજોધપુર અને ભાણવડના કેટલાક ગામડાઓમાં વરસાદી ઝાપટા

છેલ્લા અઠવાડીયાથી કાલાવડ, લાલપુર, જામજોધપુર અને ભાણવડ પંથકમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડે છે જેનાથી ખેડુતોના પાકને ભારે નુકશાન થયું છે, ગઇકાલે ફરીથી આ પંથકમાં વરસાદી ઝાપટા પડતા કેરી તેમજ ઉનાળુ પાકને ભારે નુકશાન થયું છે, ગઇકાલે બપોર બાદ ફરીથી આકાશમાંથી અગનગોળા વરસ્યા હતા, અને તાપમાન 38.5 ડીગ્રી નોંધાયુ હતું.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 38.5 ડીગ્રી, ઓછામાં ઓછુ તાપમાન 27 ડીગ્રી, હવામાં ભેજ 79 ટકા, પવનની ગતી 35 થી 40 કીમી પ્રતી કલાક જોવા મળી હતી.

આજે સવારે કેટલાક ગામડાઓમાં વાદળીયુ વાતાવરણ જોવા મળ્યું છે જો કે ગઇકાલની જેમ બફારો તો યથાવત રહયો છે, કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા થોડી રાહત થઇ છે. જયારે કાલાવડ પંથકના કેટલાક ગામોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે.

જામજોધપુર અને ભાણવડ પંથકના ભણગોર, મોટી ગોપ, શેઢાખાઇ અને કબરકા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડયા હતા, ગઇકાલે ભારે ગરમીના કારણે લોકો અકળાઇ ઉઠયા હતા, એક તરફ લોકડાઉન જેવી સ્થીતી છે, બીજી તરફ બજારમાં પણ ગરમીના કારણે ઘરાકી ઓછી જોવા મળી છે, ગરમીના લીધે લોકો ભારે અકળાઇ ઉઠયા છે અને ઠંડા પીણાનો સહારો લઇ રહયા છે, એસી અને પંખા પુરજોશમાં ઓન થઇ ચુકયા છે, લોકો લીંબુ પાણી, ગ્લુકોઝ પાણી અને નાળીયેર પાણીનો સહારો લઇ રહયા છે જો કે હવામાન ખાતાના જણાવ્યા મુજબ કેટલાક ગામડામા થોડા વાદળા છે પરંતુ હજુ ચારેક દિવસ સુધી આ પ્રકારનો માહોલ રહે તેવી શકયતા છે.

હાલારમાં અસહ્ય ગરમી વધતી જાય છે, લોકોના જનજીવન ઉપર ભારે અસર પડી છે, આજે ભેજનું પ્રમાણ 79 ટકા થઇ જતા લોકો ગરમીમાં મહદઅંશે રાહત થવા પામી છે, ધીરે ધીરે લોકો આઇસક્રીમ, ગોલા, બરફ, કુલ્ફી, ઠંડાપીણા, સરબતનું વેચાણ ધીરે ધીરે વધી રહયું છે.

ગઇકાલે સાંજે વાતાવરણમાં થોડો પલ્ટો આવ્યો હતો અને સાંજ પડયે ઠંડો પવન ફુંકાયો હતો અને પવનની ઝડપ પ્રતી કલાક 35 કીમીએ પહોંચી હતી. જામનગરમાં અસહય ગરમીના કારણે લોકો કંટાળી ગયા છે, ચારે કોર ગરમીનો માહોલ છે જો કે કેટલાક ગામડાઓમાં આજે પણ વાદળા છવાયા હતા જેને કારણે લોકો ખુબ જ હેરાન, પરેશાન થઇ ગયા હતા, હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્રના કેટલાક ગામોમા હળવા ઝાપટા પડશે અને કરા પડવાની પણ શકયતા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS