અમેરિકાના ન્યૂયોર્કમાં 117 વર્ષથી પણ જુના એક કાયદાને રદ કરી નાખવામાં આવ્યો છે. જેને પગલે હવેથી ન્યૂયોર્કમાં જીવનસાથી સાથે વિશ્વાસઘાત કરવો કે લગ્નેત્તર સંબંધોમાં જોડાવું અથવા વ્યભિચારને અપરાધ નહીં માનવામાં આવે. 1907માં આ કાયદાને ઘડવામાં આવ્યો હતો, જે હેઠળ સંબંધોમાં ચીટિંગ કે વિશ્વાસઘાત અપરાધ માનવામાં આવતો હતો. જોકે હવે તેને કોર્ટે રદ કરી નાખ્યો છે.
ગવર્નર કૈથી હોચુલે 1907માં બનેલા આ કાયદાને રદ કરવા માટેના એક બિલ પર સહી કરી હતી, પોતાના સાથી ઉપરાંત અન્ય કોઇ સાથે સંબંધ રાખવા પર વર્ષોથી ચચર્િ ચાલી રહી હતી કે શું ચીટિંગ કે વિશ્વાસઘાતને અપરાધ માનવો કે નહીં. કોર્ટના આ ચુકાદાને પગલે હવેથી પોતાના પાર્ટનર સાથે ચીટિંગ કરવી તે ન્યૂયોર્કમાં અપરાધ માનવામાં નહીં આવે. જોકે હજુ પણ અમેરિકાના 16 રાજ્યોમાં ચીટિંગને અપરાધ માનવામાં આવે છે. અગાઉ ન્યૂયોર્કમાં ચીટિંગને અપરાધ ગણીને 90 દિવસ સુધીની જેલની સજા થતી હતી. અમેરિકામાં રાજ્યો પોતાની રીતે કાયદા ઘડી કે બદલી શકે છે, ન્યૂયોર્કે એડલ્ટરી એટલે કે લગ્નેત્તર સંબંધને હવે અપરાધની કેટેગરીમાંથી બહાર કરી નાખ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવેરાવળના બોડાદ ગામના પાટિયા પાસે કારની ઠોકરે પ્રૌઢનું મોત
February 24, 2025 11:40 AMRTE (ફ્રી શિક્ષણ) ના વર્ષ ૨૦૨૫ના ઓનલાઇન ફોર્મ વિનામૂલ્યે ભરવાનું હેલ્પ સેન્ટર
February 24, 2025 11:39 AMરાજકોટ નજીક પડવલા અને ખોખડદળ વચ્ચેના રસ્તા પર ટેન્કરે પલટી મારી, સદનસીબે કોઈ જાનહાની નહીં
February 24, 2025 11:37 AMમહા કુંભમાંથી પરત ફરી રહેલા રાજકોટના કારખાનેદારનું નાથદ્વારામાં હાર્ટ એટેકથી મોત
February 24, 2025 11:37 AMઓખાના ભરણપોષણના ગુન્હાના આરોપીને ઉતરપ્રદેશમાંથી શોધી જેલ હવાલે કરતી ઓખા મરીન પોલીસ
February 24, 2025 11:33 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech