દ્વારકા ખાતે યોજાનાર ફૂલડોલ ઉત્સવ માટે જામનગર ખાતેથી એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે

  • March 07, 2025 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  



૫૧ થી વધુ મુસાફરોના ગૃપ બુકિંગ પર નિયત વિસ્તારથી વતન મૂકવા સુધીની વ્યવસ્થા પણ કરાઈ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા તા.૧૧/૦૩/૨૦૨૫ થી ૧૫/૦૩/૨૦૨૫ સુધી દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ દરમિયાન દ્વારકા આવવા જવા માટે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસતા નાગરિકોની વધારાની સુવિધાને ધ્યાને લઇ જામનગર એસ.ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરેલ છે.


તેમજ જે માટેનું બુકિંગ તા.૧૧/૦૩/૨૦૨૫ થી ૧૫/૦૩/૨૦૨૫ સુધી ડેપો ખાતેથી કરવી શકાશે. વધુમાં એક જ ગૃપના ૫૧ (એકાવન) થી વધુ મુસાફરો ગૃપ બુકિંગ કરાવશે તો એસ.ટી બસ જે તે નિયત વિસ્તારથી તેમના વતનના ગામ સુધી મુકવા જાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.


​​​​​​​આ માટે દ્વારકા-જામનગર રૂટ માટે રૂ.૧૯૦, દ્વારકા-રાજકોટ રૂટ માટે રૂ.૨૫૦, દ્વારકા-પોરબંદર રૂટ માટે રૂ.૧૬૦, દ્વારકા-સોમનાથ રૂટ માટે રૂ.૨૭૫, દ્વારકા-જુનાગઢ રૂટ માટે રૂ.૨૪૦ ભાડું નિયત કરવામાં આવેલ છે. જેથી ફૂલડોલ ઉત્સવ દરમિયાન મુસાફર જનતાને એસ.ટી બસોનો વધુમાં વધુ લાભ લેવા એસ.ટી. વિભાગીય નિયામક જામનગર દ્વારા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application