જસદણમાં યુવાન પાસેથી કાકાજી સસરા સહિતના વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી

  • September 07, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જસદણમાં આટકોટ રોડ પર રહેતા યુવાનને ગત વર્ષે નવરાત્રીમાં પડી જતા પગ ભાંગી ગયો હોય સારવારમાં ખર્ચ થતા આર્થિક સ્થિતિ નબળી પડતા કુટુંબી કાકાજી સસરા સહિતનાઓ પાસેથી વ્યાજે રકમ લીધી હતી. થોડો સમય સુધી નિયમિત ચૂકવ્યા બાદ વ્યાજની રકમ ચૂકવી ન શકતા વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી યુવાન પાસેથી તેનું બાઈક પડાવી લીધું હતું.યુવાનને ધમકીઓ આપતા હોય જેથી આ મામલે યુવાને સાત શખસો સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે વ્યાજખોરીનો ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણમાં આટકોટ રોડ પર પંચવટી સોસાયટી જીઆઇડીસી સામે રહેતા પીયુષ હિંમતભાઈ છાયાણી(ઉ.વ ૨૯) દ્રારા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના કુટુંબી કાકાજી સસરા ઘનશ્યામ કાંતિભાઈ રાદડિયા (રહે. કોટડાપીઠા) તેનો ભાઈ અલ્પેશ કાંતિભાઈ રાદડિયા તથા લાલા દરબાર (રહે કુંદળી), અજય બાપુ (રહે. કોટડાપીઠા), મેહત્પલ રાદડિયા (રહે. વડલાવાડી, જસદણ) હિતેશ (રહે. કોટડાપીઠા) અને પ્રવીણ ભરવાડ (રહે. જંગવડ)ના નામ આપ્યા છે.
યુવાને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩ માં નવરાત્રીમાં નવદુર્ગા ગરબીમાં તે નવરાત્રીનું કામ કરતો હતો ત્યારે ટેબલ પરથી પડી જતા પગ ભાંગી ગયો હતો અને તેને દાખલ કરવામાં આવ્યો હતો જેમાં અંદાજિત દોઢ લાખનો ખર્ચ થયો હોય ત્રણ મહિના પથારીવસ રહેતા આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી જેથી તેને પૈસાની જરિયાત પડતા કુટુંબી કાકાજી સસરા ઘનશ્યામ કાંતિભાઈ રાદડિયા પાસેથી .૧ લાખ દરરોજનું ૧૦૦૦ વ્યાજ ચૂકવવાની શરતે લીધા હતા બે મહિના સુધી યુવાને નિયમિત વ્યાજ આપી ૯૦,૦૦૦ ચૂકવ્યા હતા તેમછતાં ઘનશ્યામ તથા તેનો ભાઈ અલ્પેશ બંને અવારનવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપી યુવાન પાસેથી તેનો પિયા ૭૫,૦૦૦ ની કિંમતનું બાઈક પડાવી દીધું હતું. તેમજ અલ્પેશ મારી નાખવાની ધમકી આપી યુવાનની સહીવાળા રકમ ભર્યા વગરના બે ચેક પડાવી લીધેલ છે.
આ ઉપરાંત યુવાને પૈસાની જરિયાત હોય લાલા દરબાર પાસેથી પિયા એક લાખ દરરોજના પિયા વ્યાજે લીધા હતા જેને પિયા ૬૦૦૦૦ ચૂકવી દીધા હોવા છતાં વધુ વ્યાજની તથા મૂળ રકમની ઉઘરાણી કરી ધમકી આપી આ શખસે યુવાન પાસેથી લઈ લીધેલા તેના ત્રણ સહીવાળા રકમ ભર્યા વગરના ચેક પડાવી લીધા છે. અજય બાપુ પાસેથી પિયા ૬૦,૦૦૦ લીધા હતા જેમાં દર મહિને ૧૫૦૦૦ વ્યાજની શરતે લીધા હોય જેને વ્યાજ ચૂકવવી હોવા છતાં યુવાન પાસેથી પિયા ૧૭,૫૦૦ ની કિંમતનું નગા પડાવી લીધું હતું. તેમજ મેહત્પલ રાદડિયા પાસેથી પિયા ૭૫૦૦૦ દરરોજના પિયા ૧૦૦૦ વ્યાજ લખેલા હતા જેને ૧૫,૦૦૦ વ્યાજ ચૂકવ્યું છે છતાં પઠાણી ઉઘરાણી કરતા હતા. પ્રવીણ ભરવાડ તથા હિતેશ પાસેથી .૮૦,૦૦૦ દરરોજના પિયા ૩૨૦૦ વ્યાજ લખેલી હોય જેમને ૩૨૦૦૦ વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વધુ પૈસાની ઉઘરાણી કરતાં અંતે યુવાને સાંતેય શખસો સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોરી અંગેનો ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીઆઈ ટી.બી. જાની ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application