માત્ર બે દિવસના સમયગાળામાં જ ચાલુ નવરાત્રી દરમિયાન એક કરોડથી વધુની વીજચોરી ઝડપી લેવાઇ: ૪૭ વિજ ચેકીંગ ટુકડી દ્વારા ૯૬ વિજ જોડાણમાંથી વધુ રૂપિયા ૬૮.૩૦ લાખની વીજ ચોરી પકડી લેવાઇ
જામનગર શહેર ખંભાળિયા તેમજ ભાણવડ પંથકમાંથી સોમવારે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને ૪૧ વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. જે ચેકિંગ દરમિયાન ૮૫ વિજ જોડાણમાંથી રૂપિયા ૩૮.૧૫ લાખના વીજ ચોરી પકડી લેવાયા બાદ ગઈકાલે મંગળવારે જામનગર તાલુકાના ગ્રામ્ય પંથક અને લાલપુર પંથક માંથી વધુ ૬૮.૩૦ લાખની વિજ ચોરી ઝડપી લેતાં બે દિવસમાં જ વીજ ચોરીનો કુલ આંક એક કરોડને પાર પહોંચ્યો છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે સવારે સતત બીજા દિવસે વિજ ચેકિંગ ચાલુ રખાયું હતું, અને જામનગર તાલુકાના મોટી ખાવડી, શાપર, બેડ, વસઈ, રાવલસર, સિક્કા પાટિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરાંત લાલપુર સીટી અને લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ કરાયું હતું, કુલ ૪૭ જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે ૧૬ નિવૃત આર્મી મેન અને ૧૧ લોકલ પોલીસમેંન તેમજ ૧૩ એસઆરપી ના જવાનોને મદદમાં જોડવામાં આવ્યા હતા.
સમગ્ર દિવસ દરમિયાન કુલ ૬૦૯ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૯૬ વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા ૬૮.૩૦ લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા માત્ર બે દિવસ દરમિયાન એક કરોડથી પણ વધુની વિજ ચોરી ઝડપી લેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PM૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech