દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સામે લડવા વ્યાપક તૈયારીઓ

  • May 24, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાના કેસો સામે આવતા જિલ્લા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. જેથી સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોના મળીને કુલ 624 બેડ ઉપલબ્ધ છે. જિલ્લામાં હાલમાં પુરતા પ્રમાણમાં વેન્ટીલેટર્સ, ઓક્સિજન કોન્સનટ્રેટર્સ, ઓક્સિજન સિલિન્ડર્સ, પી.પી.ઈ. કીટ, માસ્ક, સેનિટાઇઝર્સ, દવાઓ ઉપલબ્ધ છે. ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે જરૂર જણાયે કુલ 200 બેડની કેપેસિટી વધારવા માટેની પુરતી ક્ષમતા છે. જિલ્લામા કોવિડના ટેસ્ટ માટે ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે આવેલી લેબોરેટરીમાં ટેસ્ટીંગની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સાથે દર્દીઓને શિફ્ટ કરવા માટે પુરતી એમ્બ્યુલન્સની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

જિલ્લાના તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે ફરજ બજાવતા તમામ તબીબોને પણ કોવિડના વધતા કેસોના અનુસંધાને રાખવાની થતી તકેદારીઓ તેમજ અન્ય માર્ગદર્શન માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી બેઠક મારફતે જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.
હાલમાં જોવા મળતા કોરોનાના કેસો સામાન્ય પ્રકારના હોવાથી કોઇ ગભરાવાની જરૂર નથી. પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. ઉંમર લાયક હોય, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, હાયબ્લડપ્રેશર, ડાયાબીટીસ કે અન્ય કોઇ ગંભીર બિમારી હોય તેવા લોકોએ ખાસ તકેદારી લેવા તેમજ શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા માટે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application