એસ.ડી.એમ., પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત કામગીરી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પ્રાંત વિસ્તાર હેઠળ આવતા ખંભાળિયા તાલુકા તેમજ ભાણવડ તાલુકામાં ફટાકડાના વેચાણ સંદર્ભે તંત્ર દ્વારા સધન કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અંતર્ગત અહીંના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે.કે. કરમટાના વડપણ હેઠળ સ્થાનિક મામલતદાર, પોલીસ અને ફાયર વિભાગની ટીમે સંયુક્ત રીતે ચેકિંગ કાર્યવાહી કરી અને અહીં જે કોઈ આસામી કાયમી ફટાકડા વેચાણ કરવા અંગેનું લાયસન્સ ધરાવે છે, તે તમામ આસામીઓના લાયસન્સ તેમજ સ્થળ તપાસણી કરવામાં આવી હતી.
આ ટીમ દ્વારા જે કોઈ લાયસન્સધારકની કામગીરી ધોરણસર ના હોય તેવા આસામીઓના લાયસન્સ રદ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. તંત્રની આ સધન કામગીરીથી અનિયમિત રહેલા લાયસન્સધારકોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech