સંત નિરંકારી મિશનનો ૭૮મો વાર્ષિક સંત સમાગમ, અગાઉના વર્ષોની દિવ્યતા અને ગૌરવને અનુરૂપ, આ વર્ષે પણ ૩૧ ઓક્ટોબરથી ૩ નવેમ્બર, ૨૦૨૫ સુધી સમાલખા (હરિયાણા) સ્થિત સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ ખાતે અત્યંત ભવ્યતા, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે યોજાવા જઈ રહ્યો છે. આ દિવ્ય આયોજન સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિત જીની પવિત્ર હાજરીમાં યોજાશે, જેની શુભ સૂચનાએ સમગ્ર શ્રદ્ધાળુ ભક્તોના હૃદયમાં અપાર હર્ષ અને આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કર્યો છે.
સ્થાનિય સત્સંગ ભવનમાં યોજાયેલ સાપ્તાહિક સત્સંગ ભવનમાં આરતી બહેન ટહેલરામાણી જી જણાવ્યું કે આત્મમંથન વિષય પર આધારિત આ વર્ષનો વાર્ષિક સંત સમાગમ પોતામા એક અદ્ભુત અને અનન્ય આધ્યાત્મિક યાત્રા જેવો છે, જ્યાં શ્રદ્ધાળુઓ બ્રહ્મજ્ઞાનની આંતરિક જ્યોતિમાં સેવા, સુમિરણ અને સત્સંગ કરીને આનંદ અને પ્રેમાભક્તિનો અનુભવ પ્રાપ્ત કરશે.
આ દિવ્ય ઉત્સવની તૈયારીઓ અત્યંત શ્રદ્ધા, લગન અને નિ:સ્વાર્થ ભાવનાથી કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુ ભક્તો, પછી ભલે તેઓ વૃદ્ધ હોય કે યુવાન, પુરુષ હોય કે સ્ત્રી, દરેક પૃષ્ઠભૂમિના ભક્તો સેવામાં સંપૂર્ણ રીતે કાર્યરત છે. સવારના પ્રથમ કિરણથી લઈને સાંજના અંતિમ પ્રકાશ સુધી, દરેક જગ્યાએ ભક્તિભાવથી સમર્પિત સેવાનો અદ્ભુત પ્રકાશ જોવા મળે છે. કોઈ માટીના તસલા ઉપાડી રહ્યા છે, કોઈ તંબુ ગાડી રહ્યા છે, તો કોઈ સફાઈ, પાણીની વ્યવસ્થા કે ભોજન વ્યવસ્થામાં જોડાયેલા છે. ૭૮મા વાર્ષિક સંત સમાગમની ભવ્યતાને દર્શાવતું મુખ્ય દ્વાર પણ આકાર લઈ રહ્યું છે - એક એવું પ્રવેશદ્વાર, જે પ્રેમ, સમરસતા અને આત્મિક એકત્વની યાત્રાનું પ્રતીક બનશે. આ બધું એ સમર્પણની ભાવનાનો પુરાવો છે, જે સત્ગુરુના જ્ઞાનથી ઉદ્દભવે છે. જેમ કહેવાયું છે કે જ્યાં સેવામાં સમર્પણ જોડાઈ જાય, ત્યાં દરેક ક્ષણ ઉત્સવ બની જાય.
સેવાભાવની ગરિમા જોઈને સ્પષ્ટ થાય છે કે આ સેવકોના ચહેરા પર કોઈ થાક નથી, પરંતુ આનંદ અને ઉલ્લાસની આભા ઝળકે છે. આ તે જ દિવ્ય આનંદ છે, જે ફક્ત સત્ગુરુની છત્રછાયામાં રહીને, સેવા અને ભક્તિ દ્વારા અનુભવી શકાય છે. સત્ગુરુ માતા જી પણ તેમના પ્રવચનોમાં વારંવાર આ પ્રેરણા આપે છે કે તન પવિત્ર સેવા કરી, ધન પવિત્ર દાન આપી, મન પવિત્ર હરિ ભજનથી, ત્રણે પ્રકારે કલ્યાણ થાય.
દેશના ખૂણે-ખૂણેથી જ નહીં, પરંતુ વિદેશથી પણ લાખો શ્રદ્ધાળુ ભક્તો આ સંત સમાગમમાં ભાગ લેવા માટે પધારે છે. તેમના સ્વાગત અને સુવિધાઓ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ અત્યંત સુચારુ રીતે કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને હવાઈ મથકો પર નિરંકારી સેવાદળના શિસ્તબદ્ધ, મર્યાદિત અને સુસજ્જ સેવાદારો તેમની વાદળી અને ખાખી વર્દીમાં શ્રદ્ધાળુઓનું હાર્દિક સ્વાગત કરીને તેમને તેમના નિયત નિવાસ સ્થાનો સુધી સન્માનપૂર્વક પહોંચાડવા માટે સતત તત્પર રહેશે.
નિ:સંદેહ, આ સમાગમ માત્ર એક સામાન્ય આયોજન નથી, પરંતુ માનવતાના ઉત્થાન અને સમરસતાના જાગરણનો એક અનન્ય પર્વ છે, જ્યાં વિવિધ સંસ્કૃતિઓ, ભાષાઓ અને પરિવેશમાંથી આવેલા શ્રદ્ધાળુ ભક્તો વસુધૈવ કુટુંબકમની ભાવનાને અંગીકાર કરીને, સતગુરુની અમૃતવાણીથી પોતાની અંતરાત્માને જાગૃત કરે છે. આ પવિત્ર અવસર પર દરેક એવા સજ્જન, ભાઈ અને બહેનનું હૃદયપૂર્વક સ્વાગત છે, જેઓ પ્રેમ, શાંતિ અને સમરસતાના આ દિવ્ય મહાયજ્ઞનો ભાગ બનવા ઈચ્છે છે.