ખંભાળીયાના ગામડાઓની કોરોના મામલે સ્ફોટક સ્થિતિ

  • May 06, 2021 11:02 PM 

ધારાસભ્ય વિક્રમભાઇ માડમે અન્ન-જળ ત્યાગ કરવા સુધીની આપેલી ચીમકી: ગામડાઓમાં સેંકડો કેસ હોવાનો ધડાકો: પોતાના જિલ્લાની સ્થિતિ સારી દેખાડવા કલેકટર સહિતનું તંત્ર મુકપ્રેક્ષક બન્યા હોવાનો આરોપ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં કોરોનાની સ્ફોટક સ્થિતિ હોવાની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં આરટીપીસીઆર લેબ બનાવવાની કરાયેલી જાહેરાત સબબ આજ દિવસ સુધી કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતા ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા આગામી તા. 1ર સુધીમાં લેબની કાર્યવાહી પૂર્ણ કરવા અને જો લાપરવાહી દાખવવામાં આવશે તો પોતે ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી દશર્વિી છે અને જો આ પ્રશ્ર્નનું નિરાકરણ નહીં કરવામાં આવે તો અન્ન-જળનો ત્યાગ કરવાનું જણાવાયું છે.

દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતું હોવાથી હવે લોકો માટે ચિંતા સાથે ભયજનક બની રહ્યું છે, આવી પરિસ્થિતિ વચ્ચે સરકારી આરોગ્ય તંત્ર પણ ટુંકું પડી રહ્યું છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં ભયંકર કેસો હોવાથી ત્યાં ગામડાઓમાં કોઇ જ લોકોના પૂરતા ટેસ્ટ કરવામાં આવતા નથી, તેમજ પૂરતી કીટ પણ આપવામાં આવતી નથી. તેનું કારણ સરકાર આંકડા છુપાવવા માટે થઇને પૂરતા ટેસ્ટ કરતા નથી ને પૂરી કીટ ફાળવતા નથી જેના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયેલું છે. જેના માટે માત્રને માત્ર દેવભૂમિ દ્વારકાના કલેકટર અને આરોગ્ય તંત્ર જ જવાબદાર છે. આખો દિવસ મીટીંગમાં વ્યસ્થ હોય છે.

જામખંભાળીયામાં આવતા દર્દીઓના કોરનાના સેમ્પલ જામનગરની ટેસ્ટીંગ લેબમાં મોકલવામાં આવે છે, જેમાં વર્ક લોડ હોવાથી એક સપ્તાહ પછી રીપોર્ટ દર્દીઓને મળે છે. આરટીપીસીઆર માટેની લેબની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી તા. 17-04-2021 ના રોજ જામનગરની મુલાકાતે આવેલ હતા ત્યારે તેઓએ જામખંભાળીયાની રેફરલ હોસ્પિટલમાં નવા રપ વેન્ટીલેટરો તેમજ અઠવાડીયામાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની લેબ શરુ થઇ જશે, તેવી જાહેરાત કરી હતી.

આમ, છતાં આ જાહેરાતને આજે ર0 દિવસ જેટલો સમય પસાર થઇ જવા છતાં નથી આવ્યા વેન્ટીલેટર કે નથી જામખંભાળયામૉ આરટીપીસીઆર લેબ શરુ કરવામાં આવી જેથી ઉપરોક્ત બાબત સંબંધમાં મારી સરકારને જાણ કં છું કે તા. 11/0પ/ર0ર01 સુધીમાં જો રપ વેન્ટીલેટર મોકલવામાં આવશે નહીં અને આરટીપીસીઆર લેબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા શહેરમાં શરુ કરવામાં આવશે નહીં, તા. 1ર/0પ/ર0ર1 ના સવારે 10 કલાકે વિક્રમભાઇ માડમ અચોક્કસ મુદ્દતના ઉપવાસ ઉપર દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલેકટર કચેરી સામે (સરકાર વિઘ્ધ) ઉતારવામાં આવશે, છતાં પણ નિરાકરણ નહીં કરવામાં આવે તો, અન્ન જળનો ત્યાગ કરવામાં આવશે જેની આપને જાણ કંરુ છું.

દ્વારકાના કલેકટર ભા.જ.પ. ના રબ્બર સ્ટેમ્પ બન્યા હોવાનો ધારાસભ્યનો ચોંકાવતો આક્ષેપ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર પોતે સરકારને વ્હાલા થવા માટે ત્યાંના આરોગ્ય કર્મચારીઓને દબાણ કરીને જેમ બને તેમ ઓછા ટેસ્ટ થાય તેમજ ગામડાઓમાં કોઈ આરોગ્ય કર્મચારીઓને ટેસ્ટ કરાવવા માટે ફરજ પાડવામાં આવતી નથી તેમજ તેઓને પૂરતી કીટ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી. જેથી તેઓ સરકાર સમક્ષ એવો દાવો કરી શકે છે કે, અમારા જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ ઓછા છે.

માત્રને માત્ર પોતે સરકારમાં પોતાની વાહ-વાહ થાય તેવા પ્રયત્નો કલેકટર કરી રહ્યાં છે. જેના કારણે દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ ફેલાયેલું છે તેમજ ગામડાઓમાં ટપોટપ મોત થાય છે, તેના માટે માત્રને માત્ર કલેકટર જ જવાબદાર છે.

ઉપરાંત દ્વારકા જિલ્લાના કલેકટર, સરકારી અધિકારી-કર્મચારી હોવા છતાં તેઓ એક ભાજપના રબ્બર સ્ટેમ્પની જેમ વર્તન કરતાં હોય, જેથી કલેકટર એક સરકારી અધિકારી હોવા છતાં ધારાસભ્ય જેવા લોકોના પ્રતિનિધિના પણ સંપૂર્ણ અવગણના કરે છે. જ્યારે પણ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી જિલ્લા લેવલની કોવિડ 19 માટેની મિટીંગ બોલાવવામાં આવે છે ત્યારે પણ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કરવામાં આવતી નથી.

ભાજપના સંગઠ્ઠનના માણસો જે સરકારી મિટીંગમાં અનઓથોરાઈઝ્ડ હોવા છતાં તેઓને આમંત્રિત કરે છે. ઉપરાંત આવા કોરોનાના કપરા કાળમાં પણ કલેકટર કોઈને પણ વિશ્ર્વાસમાં લીધાં સિવાય સંપૂર્ણ ભાજપના જ રબ્બર સ્ટેમ્પની જેમ વતર્ર્ન કરતાં હોય તેથી આપને જણાવવાનું કે, આ દ્વારકા જિલ્લાના કલેકટર એ ભાજપના કાર્યકર છે કે, સરકારી અધિકારી-કર્મચારી છે...? કલેકટરના વર્તન સંબંધમાં મારી તેમની વિદ્ધ ગંભીર ફરિયાદ છે. જે બાબત ધ્યાને લઈ નિયમાનુસાર દ્વારકા જિલ્લાના કલેકટર વિદ્ધ યોગ્ય પગલાં લેવા અમારી માંગણી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS