જીજી હૉસ્પિટલના તબીબે રેમડેસિવર વેંચ્યાનો ધડાકો: ધરપકડ

  • May 10, 2021 01:52 PM 

સ્વામીનારાયણ હૉસ્પિટલના રેમડેસિવર પ્રકરણની શ્યાહી સૂકાઈ નથી ત્યાં વધુ એક શરમજનક કૌભાંડ ખૂલ્યું : સરકારમાંથી આવતાં અને લોકોને ફ્રી અપાતાં રેમડેસિવર ઈન્જેકશન સુરતના એક તબીબને વેંચ્યા હોવાનું તપાસમાં ખૂલ્યા બાદ અમદાવાદની સોલા પોલીસ જામનગરના તબીબને ઉપાડી ગઈ: અનેકને રેલો આવવાની શક્યતા

જામનગરની જીજી હૉસ્પિટલના એક ડૉક્ટરને રેમડેસિવરના ચકચારી કાળાબજાર કૌભાંડમાં અમદાવાદથી સોલા પોલીસ ઉઠાવી જતાં ભારે ખળભળાટ ફેલાઈ ગયો છે. જામનગરના ડૉક્ટરની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં સુરતના એક ડૉક્ટરને 34 હજારમાં ઈન્જેકશનો વેંચ્યાનું બહાર આવતાં તપાસ વધુ વેગવંતી બનાવવામાં આવી છે અને આગામી સમયમાં ઈન્જેકશનના કાળાબજાર કૌભાંડમાં અનેકને રેલો આવે એવી શક્યતા સેવાઈ રહી છે. છેલ્લા થોડાં સમયથી રાજ્યમાં રેમડેસિવર  ઈન્જેકશન કે જે કોવિડ પેશન્ટ માટે અતિ મહત્વના ગણાય છે અને કૃત્રિમ અછત ઉભી કરીને કાળાબજારિયાઓએ મોટી કિંમતમાં વેંચવાનું ધ્યાન ઉપર આવતાં તાજેતરમાં જ આ બાબતનો ખુલાસો થયો હતો અને તપાસનો રેલો જામનગર સુધી પહોંચ્યો છે. આગામી દિવસોમાં વધુ કેટલાંક કડાકા-ભડાકા થવાની શક્યતા સેવવામાં આવી રહી છે.

જામનગર નજીક સ્વામીનારાયણ કોવિડ હૉસ્પિટલમાં રેમડેસિવર ઈન્જેકશનની ગોલમાલ પ્રકરણની શાહી હજુ સૂકાઈ નથી, ગઈકાલે તેમાં એક તબીબ સામે વિવિધત્ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકરણ તાજુ છે ત્યાં જામનગરની સરકારી હૉસ્પિટલનો એક ડૉક્ટર રેમડેસિવર ઈન્જેકશનના કાળાબજાર કૌભાંડમાં પકડાતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે.

જાણવા મળતી વિગત મુજબ રેમડેસિવરના કાળાબજારના કૌભાંડમાં સોલા પોલીસે જામનગરની જીજી હૉસ્પિટલના ડૉ. ધર્મેશ બલધાણિયાની ધરપકડ કરી છે. ડૉ. ધર્મેશ બલધાણિયા રેડિયોલોજીના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે, ડૉ. ધર્મેશે કોરોના દર્દીઓ માટે સરકારે આપેલાં ચાર રેમડેસિવર ઈન્જેકશન સુરતના ડૉ.કીર્તિ દવેને 34 હજારમાં વેંચ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

તાજેતરમાં પોલીસે એસજી હાઈ-વે અમદાવાદ પરથી છ રેમડેસિવર ઈન્જેકશન સાથે જય શાહ નામના શખસની  ધરપકડ કરી હતી. આ ઈન્જેકશનો સુરતના ડૉ.મીલન સુતરિયા અને જુહાપુરાની હી પાસેથી લાવ્યો હતો. જેના આધારે બન્નેની ધરપકડ કરી હતી તેમજ ડૉ.મીલન આ ઈન્જેકશન સુરતના જ ડૉ.કીર્તિ દવે પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. એ પછી સોલા પોલીસે ડૉ.કીર્તિ દવેની અટકાયત કરી હતી.

સુરતના ડૉ.કીર્તિની પૂછપરછ કરતાં રેમડેસિવર ઈન્જેકશન તેને જામનગરની ગુ ગોબિંદસિંગ હૉસ્પિટલ (જીજી સરકારી હૉસ્પિટલ)માંથી ડૉ.ધર્મેશ બલદાણિયા પાસેથી લાવ્યાનું કબૂલ્યું હતું. આથી સોલા પોલીસ દ્વારા તપાસ જામનગર તરફ લબાવાઈ હતી અને સુરતના ડૉક્ટરની કૈફિયતના આધારે સોલા પોલીસે જામનગરમાં ડૉ.ધર્મેશની ધરપકડ કરી પૂછપરછ માટે તેને લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

એવી પણ વિગત જાણવા મળી છે કે, ડૉ.ધર્મેશ બલદાણિયાએ સરકાર તરફથી વિનામૂલ્યે અપાયેલા ચાર રેમડેસિવર ઈન્જેકશન સુરતના ડૉ.કીર્તિ દવેને ા.8500 લેખે ા.34000માં વેંચ્યા હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધી કેટલાં રેમડેસિવર ઈન્જેકશન ક્યાં-ક્યાં કોના મારફત કેટલાં પિયામાં આપવામાં આવ્યા? અને આની પાછળ અન્ય કોઈની ભેદી કે ભૂંડી ભૂમિકા છે કે કેમ? એ સહિતની વિગતો મેળવવા માટે તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત અને સૌરાષ્ટ્ર સુધી રેમડેસિવર ઈન્જેકશન કાળાબજાર કૌભાંડની તપાસનો રેલો આખરે જામનગર સુધી પહોંચતા ખળભળાટ મચી ગયો છે. હાલ એક તબીબને ઉપાડી ગયાં બાદ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં વધુ ભડાકા થવાની અને અહીં કેટલાંક ડૉક્ટરોને રેલો આવવાની શક્યતાઓ સૂત્રો દ્વારા વ્યકત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર નજીક સ્વામીનારાયણ ગુકૂળ કોવિડ હૉસ્પિટલમાં રેમડેસિવર ઈન્જેકશનની ગોલમાલનું પ્રકરણ ભારે ચચર્નિા ચકડોળે ચડ્યું છે, વહિવટી તંત્રના બે દિવસના ઠાગાઠૈયા બાદ આખરે ખૂદ પોલીસે ફરિયાદ નોંધી છે. હજુ ખાનગી હૉસ્પિટલનું ઈન્જેકશન પ્રકરણની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં જામનગરની સરકારી હૉસ્પિટલનો તબીબ રેમડેસિવર કાળાબજારના કારસ્તાનમાં પકડાઈ જતાં અનેક ચચર્એિ જોર પકડ્યું છે.

સૂત્રોમાંથી વધુમાં મળેલી વિગતો અનુસાર અમદાવાદના પ્રેમ દરવાજા પાસે આવેલી આનંદ મૈડિસીનના ગોડાઉનમાં 34 રેમડેસિવર રાખી કાળાબજાર કરનાર ત્રણને પકડી પાડ્યાં બાદ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આનંદ મૈડિકલ સ્ટોરવાળા ચિરાગ, સંદીપ, જયેશની પૂછપરછ હાથ ધરી છે. રેમડેસિવર ઈન્જેકશનો કોરોના દર્દી માટે અતિ મહત્વના ગણાય છે. સરકાર દ્વારા સરકારી હૉસ્પિટલોમાં ફ્રીમાં આપવામાં આવે છે, જ્યારે ખાનગી હૉસ્પિટલોમાં રેમડેસિવર ઈન્જેકશનો બાબતે સરકારની ગાઈડલાઈન મુજબ પ્રોસિજર કરવામાં આવે છે અને નૉડલ ઑફિસરની સૂચના બાદ જે તે હૉસ્પિટલોને જરિયાત મુજબ ઈન્જેકશનની ફાળવણી કરવામાં આવતી હોય છે. જો કે, રાજ્યમાં હાલ તકનો લાભ લેનારા તકવાદીઓએ આ મહામારીમાં પણ માનવતા નેવે મૂકી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS