BREAKING NEWS

રાજકોટિયન્સો ખાતા પહેલા સાવધાન...બર્ગર કિંગમાં એક્સપાયરી ડેઇટ વિતાવી ચૂકેલ ટોન્ડ દૂધ ,પાંડેજી પાર્સલમાં અખાદ્ય બ્રેડ મળી

  • May 08, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચે તાજેતરમાં શહેરના વિવિધ રેસ્ટોરન્ટ્સ અને ફાસ્ટ ફૂડ પાર્લર્સમાં ચેકીંગ કરીને એક્સપાયરી ડેટ વિતાવી ચૂકેલો જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો હતો તેમજ હાજર દંડ ફટકાર્યો હતો.


રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન યુનિટ નં.૨/એ/૧, ક્રિસ્ટલ મોલ, ગ્રાઉન્ડ ફ્લોર, રાણી ટાવરની સામે, કલાવાડ રોડ, રાજકોટ મુકામે આવેલ બર્ગર કિંગ રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા લિમિટેડ પેઢીની તપાસ કરતા સ્થળ પર બેવરેજીસ/કોફી બનાવવા માટે સંગ્રહ કરેલ શ્રીબેર ડાયનામિક્સ બ્રાન્ડ ટોન્ડ મિલ્કના ટેટ્રા પેકમાંથી વાપરતા હોવાનું માલૂમ પડ્યું હતું. બાદમાં સ્ટોરેજ તપાસતા સદર બ્રાન્ડના એક લિટરના કુલ ૭૨ ટેટ્રા પેક કે જે પાંચ માસથી એક માસ પહેલા એક્સપાયરી થયેલ જોવા મળ્યા હતા. આ એક્સપાયરી થયેલ ટેટ્રા પેક ટોન્ડ મિલ્ક ટેટ્રા પેક ટોન્ડ મિલ્કનો કુલ ૭૨ લિટર અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. વિશેષમાં સદર ખાદ્યચીજનો નમૂનો લેવામાં આવેલ તથા પેઢી પાસેથી વહીવટી ચાર્જ રૂ.૧૦,૦૦૦ વસૂલવામાં આવ્યા હતા. આ ઉપરાંત બિગ બઝારની બાજુમાં, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ પાંડેજી પાર્સલ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ ત્રણ કિલો બ્રેડનો જથ્થો એક્સપાયરી થયેલ જોવા મળતા સદર એક્સપાયરી થયેલ જથ્થો સ્થળ ઉપર નાશ કર્યો હતો.


આ ઉપરાંત શહેરના નાનામવા મેઇન રોડ, ચંદ્ર પાર્ક મેઇન રોડ તથા મવડી ચોકડી વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૧ ધંધાર્થી ચકાસણી હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ચાર ધંધાર્થિઓને ફૂડ લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્યચીજોના કુલ ૧૭ નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરી હતી. ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં વ્રજલીલા રેસ્ટોરન્ટ, શિવ રેસ્ટોરન્ટ, પાંડેજી પાર્સલ, ઉમિયાજી ડાઈનિંગ હૉલ-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આવી હતી. તથા (૫) રઘુરાય ફૂડ ઝોન (લામિલાનો પિઝેરિયા) (૬) ડાઉન ટાઉન રેસ્ટ્રો (૭)અતુલ આઈસક્રીમ (૮) શુભમ રેસ્ટોરન્ટ (૯)શિવ રેસ્ટોરન્ટ (૧૦) ગણેશ રેસ્ટોરન્ટ (૧૧)શ્રી રેસ્ટોરન્ટ (૧૨) હેડકી કાફે (૧૩) પિઝા ઝોન (૧૪) હરસિદ્ધિ ફૂડ્સ (૧૫)ફ્રેંડ્સ એન્ડ ફૂડ્સ (૧૬) પટેલ વિહાર કાઠિયાવાડી (૧૭)નેપલ્સ પિઝા  (૧૮) મહીરાજ ફૂડ્સ (૧૯)ધ ગ્રાન્ડ ખોડિયાર (૨૦)ખોડિયાર ડાઈનિંગ હૉલ અને (૨૧)રાધિકા રેસ્ટોરન્ટની ચકાસણી કરવામાં આવી હતી.


પાંચ રેસ્ટોરન્ટમાંથી બટર, ચીઝ, સોસના સેમ્પલ લેવાયા

૧. બટર લૂઝનું સેમ્પલ સ્થળ -શિવ ઢોસા પોઈન્ટ એન્ડ પાઉંભાજી, અક્ષરમાર્ગ, સતનામ હોસ્પિટલની સામે, ઇન્દ્રપ્રસ્થ નગર ખાતેથી


૨. હોટ ગાર્લિક સોસ પ્રિપેર્ડ લૂઝનું સેમ્પલ સ્થળ-એસ્ટ્રોન ફૂડ'સ- વોક ઓન ફાયર, કુબેર કષ્ટભંજન કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ગિરિરાજ હોસ્પિટલ પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતેથી


૩.  ચીઝ લૂઝનું સેમ્પલ સ્થળ-3 જી.જે.૫ સેન્ડવિચ એન્ડ પિઝા-બીટ એન્ડ બાઇટ, કિંગ્સ ક્રાફ્ટની સામે, મોટામવા, કાલાવડ રોડ ખાતેથી


૪. બટર લૂઝનું સેમ્પલ સ્થળ - કસ્તુરી ફૂડ'સ, મોટામવા, કિંગ્સ ક્રાફ્ટની સામે, કાલાવડ રોડ ખાતેથી


૫. શ્રીબર ડાયના મિક્સ બ્રાન્ડ ટોન્ડ મિલ્ક ટેટ્રા પેકનું સેમ્પલ સ્થળ -બર્ગર કિંગ- રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા લિમિટેડ", યુનિટ નં.૨/એ/૧, ક્રિસ્ટલ મોલ, ગ્રાઉન્ડ ફ્લોર, રાણી ટાવરની સામે, કલાવાડ રોડ, રાજકોટ ખાતેથી લેવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application