રાજકોટ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે દારૂ ની રેલમછેલ અટકાવવા પોલીસ દ્રારા કડક પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસે ગોંડલ, જેતપુર અને ભાડલામાંથી દાનો જથ્થો ઝડપી લીધો છે. જેમાં ગોંડલ બી ડિવિઝન પોલીસે કારમાંથી મોંઘેરી શરાબની ૩૪ બોટલ કિં.. ૩.૧૨ લાખનો જથ્થો અને કાર સહિત . ૮.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. જોકે આરોપી હાથ લાગ્યો ન હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ એમ.જે.ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ જાડેજા, કોન્સ્ટેબલ સુરપાલસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ગોહિલ, વિપુલભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, ગોંડલના વોરા કોટડા રોડ પર આવાસ કવાર્ટરમાં રહેતા એજાજ ઉર્ફે કેસેટ યુસુફભાઈ સલોટ પોતાની આઇ–૨૦ કાર નંબર જીજે ૩ કેસી ૮૮૪૭ માં ઈંગ્લિશ દાનો જથ્થો રાખી વોરા કોટડા રોડ પચં પીરની ધાર પાસે ખરાબાની જગ્યા ઉપર બાવળની જાળી જાખરીમાં રાખી દાનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં દરોડો પાડતા આઇ–૨૦ કાર મળી આવી હતી પરંતુ કોઈ શખ્સ હાજર ન હતું. પોલીસે કારમાંથી ડબલ કોચ વિહસ્કી, જોની વોકર સહિત મોંઘેરી શરાબની ૩૪ બોટલ કિંમત . ૩,૧૨,૭૦૦ અને કાર સહિત કુલ પિયા ૮,૧૨,૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. જોકે બુટલેગર એજાઝ ઉર્ફે કેસેટ હાજર ન હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. દાના અન્ય દરોડામાં ભાડલા પોલીસ મથકના સ્ટાફે દહીસરા ગામની સીમમાં દીપકભાઈ મેરાભાઈ માલકીયાની વાડીમાં દરોડો પાડતા અહીંથી પિયા ૯,૫૦૦ ની કિંમતનો દાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દાનો આ જથ્થો કબજે કરી અહીં વાડીમાં દા રાખનાર દિપક માલકીયા (રહે. દહીસરા)ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે