ડેલ્ટા એર લાઇન્સના બોઈંગ ૭૬૭ પ્લેનનું એકિઝટ સ્લાઇડ અચાનક તૂટી જતા ન્યૂયોર્કના જેએફકે એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું એરલાઈને કહ્યું કે ટેકઓફના થોડા સમય પછી, પાઈલટોને વિમાનની જમણી બાજુએ ઈમરજન્સી સ્લાઈડ વિશે ચેતવણી મળી અને ત્યાંથી આવતો અસામાન્ય અવાજ સાંભળ્યો, તેથી તેઓ જેએફકે એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડીંગ કરવા પરત ફર્યા હતા.
પ્રા અહેવાલ મુજબ લોસ એન્જલસ જવા માટેની લાઇટમાં ૧૭૬ મુસાફરો, બે પાઇલોટ અને પાંચ લાઇટ એટેન્ડન્ટ સવાર હતા. પ્લેનમાં કંપન અનુભવ્યા પછી, પાઈલટોએ ઈમરજન્સી જાહેર કરી જેથી લાઈટને ઝડપથી એરપોર્ટ પર સુરક્ષિત રીતે પરત લઈ જઈ શકાય.
ડેલ્ટાએ કહ્યું કે તે મુસાફરોને અન્ય પ્લેનમાં કેલિફોર્નિયા મોકલવામાં આવશે. એરલાઈને કહ્યું કે બોઈંગ ૭૬૭ એરક્રાટની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે, તેને હાલ સેવામાંથી દૂર કરવામાં આવ્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે, અમે અસરગ્રસ્ત લાઇટસ પર ગ્રાહકોને ફરીથી પહોચાડવા માટે સક્ષમ છીએ તેની ખાતરી કરવા માટે અમે હવે કેટલીક ગોઠવણો કરી રહ્યા છીએ.અમેરિકન એરલાઇન્સે જણાવ્યું હતું કે ટ એડજસ્ટમેન્ટ તેની કોઈ સેવા બધં કરશે નહીં અને એરલાઇન આ શિયાળામાં ૫૫ લાંબા અંતરના આંતરરાષ્ટ્ર્રીય ટ પર સેવા આપવાનું ચાલુ રાખશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech