ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 2 ની કારોબારી બેઠક યોજાઇ

  • July 08, 2021 10:39 AM 

શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરાએ કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું

જામનગર મહાનગરની ભારતીય જનતા પાર્ટી  વોર્ડ નં.- 2 ની કારોબારી ની બેઠક કષ્ટભંજન હનુમાન મંદિર હોલ ખાતે શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઇ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલ, તેમા શહેરના ઉપપ્રમુખ ખુમાનસિંહ સરવૈયા, શહેર મંત્રીઓ દિલીપસિંહ કંચવા, ભાવિષાબેન ઘોળકિયા, પૂર્વ મેયર કનકસિંહ જાડેજા, પૂર્વ ડે.મેયર ભારતીબા સોઢા, વોર્ડ નં. 5 ના કોર્પોરેટર કિશનભાઇ માડમ, વોર્ડ નં. 10 ના કોર્પોરેટર મુકેશભાઇ માતંગ, વોર્ડના કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, કુપાબેન રબારી, વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશ ભટ્ટ, મહામંત્રીઓ સી.એમ. જાડેજા, હિતેશભાઇ વસાણી, શહેર મહિલા મોરચાના કોષાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા, વોર્ડ નં. 10 ના પ્રભારી પી.ડી. રાયજાદા, પૂર્વ કોર્પોરેટર દિલીપસિંહ જાડેજા સહિત વોર્ડના હોદેદારો, સિનીયર અગ્રણીઓ, વોર્ડ કારોબારીના સભ્યો, સક્રિય કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી આ કારોબારીને સફળ બનાવેલ હતી.

શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, આ તકે ઉપસ્થિત રહેલ તમામ કોર્પોરેટરઓ, પૂર્વ કોર્પોરેટરઓ, સિનીયર અગ્રણીઓ, વોર્ડના હોદેદારઓ, શહેર સંગઠનના હોદેદારઓ તથા કારોબારી સમિતિના સભ્યો સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS