રાજ્યના 2.62 લાખથી વધુ ખેડૂતોની પીએમ કિસાન યોજનામાં બાદબાકી

  • June 28, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ લેતા ખેડૂતોની બાદબાકી કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો આ એવા ખેડૂતો હતા કે જે તેમના રિટર્ન ભરતા હતા તેમજ પેન્શન લેતા હોય અથવા પતિ પત્ની બંને ખેડૂત ખાતેદાર હોય એક યા બીજી રીતે ખેડૂતનું મરણ થયું હોય આમ છતાં આવી સહાય મેળવનાર 2.62 લાખ થી વધુ ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે.

કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા એક સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જેમાંગુજરાત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનામાંથી 262050 ખેડૂતોની બાદબાકી કરી છે. આ ખેડૂતો એવા છે કે જે આઇટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતાં હોય, ખેડૂત તરીકે પતિ-પત્ની બંને લાભ લેતા હોય. પેન્શન લેતા હોય છતાં લાભ લેતાં હોય જેવા ખોટી રીતે લાભ લેતા ખેડૂતોના તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ યોજના માંથી રદ કરાયા છે. રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 17મા હપતામાં રાજ્યના 4754529 ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાયો છે. પીએમ કિસાન સન્માનનિધિ યોજનામાં દર ચાર મહિને બે હજાર લેખે વર્ષે છ હજાર સહાય તરીકે ખાતેદાર ખેડૂતના ખાતામાં જમા થાય છે.

વર્ષ 2018-19થી અમલમાં મુકાયેલી આ યોજનાના નિયમો સતત ત્રણ વર્ષમાં ચૂકવાયેલી સહાય હોય અને છેલ્લા વર્ષમાં આઇટી રિટર્ન ભર્યું હોય તો તેવા ખેડૂતોને યોજનાનો લાભ મળવાપાત્ર છે.સૂત્રો એવું પણ કહે છે કે, જેઓએ અગાઉ ખોટી રીતે યોજનાનો લાભ લીધો છે તેવા પાત્રતા નહીં ધરાવતા ખેડૂતો પાસેથી રિકવરી કઢાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા ગ્રામસેવકની સહાયથી કાર્યવાહી થઈ રહી છે.તે કારણે લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં ફેરફાર થયા કરે છે.

સૂત્રો કહે છે કે વચ્ચે કેન્દ્ર સરકારે આઇટી રિટર્ન ભરતાં હોય તેવા ખેડૂતોની યોજનામાંથી કમી કરી, પણ એ પછી યોજના બદલાઈ અને છેલ્લે એવો નિયમ યોજના બદલાયો અને છેલ્લે એવો નિયમ અમલમાં આવ્યો છે કે, આગલા વર્ષે આઇટી રિટર્ન ભર્યું હોય તેવા જ ખેડૂતોની યોજનામાં બાદબાકી કરવી, બે-ત્રણ વર્ષ પહેલાં આઇટી રિટર્ન ભરતા હોય તેવા ખેડૂતોને લાભ મળવા પાત્ર છે.રાજ્યમાં 2015ના છેલ્લા કૃષિ સરવે પ્રમાણે 53.19 લાખ ખેડૂત ખાતેદારો છે, જે પૈકી 39893 મોટા ખેડૂતો, 20.17લાખ સિમાન્ત ખેડૂતો 16.15 લાખ નાના ખેડૂતો, 11.50લાખ અર્ધ-મધ્યમકક્ષાના ખેડૂતો તેમજ 4.95 લાખ મધ્યમકક્ષાના ખેડૂતો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application