જામનગરમાં આજથી ધો.10-12ની રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ

  • July 15, 2021 11:15 AM 

જિલ્લામાં 9471 પરીક્ષાર્થીઓ નોંધાયા: 9 કેન્દ્રના 39 પરીક્ષા સ્થળ ખાતે કરાતી વ્યવસ્થા: ગાઈડલાઈન મુજબ કાર્યવાહી

ગુજરાત શિક્ષણ બૉર્ડ દ્વારા ધો.10 અને 12ના રિપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, સરકારની ગાઈડલાઈન મુજબ પરીક્ષાઓ લેવાશે. જિલ્લામાં 9471 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં સ્થાનિક શિક્ષણ તંત્ર દ્વારા પરીક્ષાને લગત 9 કેન્દ્રના 39 પરીક્ષા સ્થળો પર 478 બ્લૉકમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાના કારણે બૉર્ડની રેગ્યુલર પરીક્ષાઓ રદ્ થયાં બાદ માસ પ્રમોશન આપવામાં આવ્યા હતાં. જો કે, બૉર્ડના રિપીટર વિદ્યાર્થીઓ અંગે નિર્ણય આવ્યો નહોતો અને 15, જુલાઈથી ધો.10-12ના રિપીટર-ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે એવું જાહેર કરાયું હતું. જે અનુસંધાને બૉર્ડ દ્વારા ધો.10 અને 12 રિપીટર પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું હતું. સવારે અને બપોર બાદ પરીક્ષાઓ સરકારની ગાઈડલાઈન અનુસાર જૂદા-જૂદા કેન્દ્રો પર લેવામાં આવશે અને આજે તા.15મી જુલાઈથી આગામી તા.28.7.21 દરમિયાન વિષયવાર પરીક્ષાઓ લેવાશે.

જામનગર જિલ્લા શિક્ષણાધિકારી ડોડિયા, ઍજ્યુકેશન અધિકારી બીનાબેન, ભેંસદડિયા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા રિપીટર પરીક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જામનગરમાં ધો.10માં 7 કેન્દ્ર, 29 પરીક્ષા સ્થળ, 340 બ્લોકમાં અંદાજે 6727 વિદ્યાર્થીઓ ધો.12 (સામાન્ય પ્રવાહ)માં એક કેન્દ્ર, 8 પરીક્ષા સ્થળના 122 બ્લૉકમાં 2439 પરીક્ષાર્થી જ્યારે ધો.12 (વિજ્ઞાન પ્રવાહ)ના એક કેન્દ્રના બે પરીક્ષા સ્થળ ખાતે 16 બ્લૉકમાં 305 વિદ્યાર્થી નોંધાયાં છે.

કુલ 9 કેન્દ્રમાં 39 પરીક્ષા સ્થળના 478 બ્લૉકમાં અંદાજે 9471 રિપીટર વિદ્યાર્થી નોંધાયા છે, આજથી રિપીટર પરીક્ષાનો પ્રારંભ થયો છે. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ક્ષેરોક્ષ મશીનો બંધ રાખવાનું જાહેરનામું બહાર પડાયું છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ગાઈડલાઈન મુજબ પરીક્ષાઓ લેવામાં આવે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. નક્કી કરેલાં પરીક્ષા કેન્દ્રો ખાતે સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતની વ્યવસ્થા કરીને નિયમોનું ચૂસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS