રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની ૮૫૦ પ્રાથમિક શાળાઓમાં તા.૪ એપ્રિલથી પરીક્ષા

  • March 02, 2024 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની ૮૫૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા માટેનો શેડુલ સત્તાવાર રીતે જાહેર કરી દેવાયો છે. તારીખ ૪ એપ્રિલ થી પરીક્ષાઓ શ થશે અને બે તબક્કામાં ૨૨ એપ્રિલ સુધી ચાલશે.

જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના સત્તાવાર વર્તુળોના જણાવ્યા મુજબ ધોરણ ત્રણ થી પાંચ માં ૪૦ ગુણની અને ધોરણ ૬ થી ૮ માં ૮૦ ગુણ ની પરીક્ષા લેવામાં આવશે. કુલ ૬૮૮૫૫ વિધાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જિલ્લા પંચાયતની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓની કુલ સંખ્યા ૧,૨૨,૬૦૨ છે પરંતુ બાલવટીકા થી ધોરણ બે ના વિધાર્થીઓની પરીક્ષા લેવાના બદલે ઔપચારિક મૂલ્યાંકન કરવામાં આવનાં છે.
જાહેર કરાયેલા શેડુલ મુજબ ધોરણ ત્રણ થી પાંચ ના વિધાર્થીઓની પરીક્ષા તારીખ ૪ થી ૯ એપ્રિલ દરમિયાન અને ધોરણ ૬ થી ૮ના વિધાર્થીઓની પરીક્ષા તારીખ ૧૩ થી ૨૨ એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. પરીક્ષાનો સમય સવારે આઠ વાગ્યાથી રાખવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application