સમગ્ર રાયમાં એક માત્ર રાજકોટમાં ચૂંટણી સ્ટાફની તાલીમ પછી તુરત પરીક્ષા

  • April 09, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની આગામી ચૂંટણીના અનુસંધાને સમગ્ર રાયમાં ચૂંટણી કામગીરી સાથે રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રથમ તબક્કાની તાલીમ આપી દેવામાં આવી છે. ચૂંટણી પંચની સૂચના મુજબ રાબેતા પ્રમાણે દરેક લોકસભા મત વિસ્તારમાં તાલીમ આપવામાં આવે છે પરંતુ રાજકોટ જિલ્લા કલેકટર અને હોદાની એ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ આમાં વધારાની એક વ્યવસ્થા સ્ટાફની પરીક્ષા લેવાની કરી છે.

પ્રભવ જોષી યારે રાજકોટ ગ્રામ્યમાં પ્રાંત અધિકારી તરીકે પાંચ વર્ષ અગાઉ ફરજ બજાવતા હતા ત્યારે પણ આધુનિક ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ કરવા માટે તે જાણીતા હતા. આ વખતે ચૂંટણીમાં પણ તેમને પોતાના ઇનોવેટિવ આઈડિયા ઉમેર્યા છે. સ્ટાફને તાલીમ આપવાનું પૂં થાય તેની બીજી જ મિનિટે દરેક અધિકારી અને કર્મચારીના મોબાઇલમાં એક કવેસ્ચન પેપર આવી જાય છે કયુ આર કોડ થી પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી તેના જવાબ પણ મોબાઇલમાં ત્યાં જ આપવાના હોય છે. આપેલા જવાબમાંથી કેટલા જવાબ સાચા છે અને કેટલા ખોટા છે તેનું રિઝલ્ટ પણ આપી દેવામાં આવે છે અને ખોટા જવાબને ધ્યાનમાં રાખી જે તે અધિકારી કે કર્મચારીએ તાલીમ માટે વધુ વાંચવું પડે છે.
તાલીમનો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે અને બીજો તબક્કો હવે નજીકના ભવિષ્યમાં છે ત્યારે તેમાં પણ કયુ આર કોડ સિસ્ટમથી દરેક અધિકારી અને કર્મચારીના મોબાઇલમાં કવેશ્ચન પેપર મોકલવાની અને જવાબો સાચા છે કે ખોટા તે માર્ક કરીને પરત આપવાની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application